મહાભારતમાં કૌરવ સેનામાં પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ જેવા મહારથી હતા. એટલા માટે દૂર્યોધનને એવું લાગતું હતું કે તેઓ સરળતાથી પાંડવોને યુદ્ધમાં હરાવી દેશે. પરંતુ પાંડવોના પક્ષમાં શ્રીકૃષ્ણ સ્વયં હતા. તેઓ અર્જૂનના સારથી બન્યા હતા. યુદ્ધ શરૂ થતા પહેલા શ્રીકૃષ્ણએ અર્જૂનને કહ્યું કે હનુમાનજી કર અને તેમને પોતાના રથ ઉપર ધ્વજ સાથે બિરાજિત થાય. શ્રીકૃષ્ણની વાત માનીને એર્જૂને આવું જ કર્યું.
અર્જૂનના રથ સાથે જોડાયેલી કથા : અર્જૂનનો રથ શ્રીકૃષ્ણ ચલાવી રહ્યા હતા અને સ્વયં શેષનાગે રથના પૈડા પકડી રાખ્યા હતા, કારણ કે દિવ્યાસ્ત્રોના પ્રહારથી રથ પાછળ ન જાય. અર્જૂનના રથની રક્ષા શ્રીકૃષ્ણ, હનુમાનજી અને શેષનાગ કરી રહ્યા હતા. જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે અર્જૂને શ્રીકૃષ્ણને કહ્યું હતું કે પહેલા રથમાંથી તમે ઉતરો પછી હું ઉતરીશ. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે ના, અર્જૂન પહેલા તુ ઉતર.
ભગવાનની વાતને માનીને અર્જૂન રથ ઉપરથી નીચે ઉતર્યો. ત્યાર પછી શ્રીકૃષ્ણ રથમાંથી ઉતરી ગયા. શેષનાગ પાતાળ લોકમાં ચાલ્યા ગયા અને હનુમાનજી રથ ઉપરથી અંતર્ધ્યાન થઈ ગયા. જ્યારે આ તમામ રથ ઉપરથી ઉતરી ગયા તો રથમાં આગ લાગી ગઈ. થોડીવારમાં જ રથ સળગી ગયો. આ જોઈને અર્જૂન પરેશાન થઈ ગયો. તેણે ભગવાનને પૂછ્યું કે આવું કેવી રીતે થયું?
શ્રીકૃષ્ણએ કહ્યું કે આ રથ તો પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસ્ત્રોથી પહેલાજ ખતમ થઈ ગયો હતો. આ રથ ઉપર હનમાનજી બિરાજિત હતા, હું ખુદ તેનો સારથી હતો, આ રથ માત્ર મારા સંકલ્પના કારણે ચાલી રહ્યો હતો. જ્યારે રથનું કામ પૂરું થઈ ગયું હતું એટલા માટે મે રથને છોડી દીધો અને તે ભસ્મ થઈ ગયો.