મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યુ હતુ. અર્જુનના સારથી હતા શ્રી કૃષ્ણ. આ એ સમયનો પ્રસંગ છે. જેવુ અર્જુનનું બાણ છૂટતા જ કર્ણનો રથ દૂર સુધી પાછળ ચાલ્યો જાય છે. જ્યારે કર્ણનું બાણ છૂટી જાય છે અર્જુનનો રથ સાત પગલાં પાછળ જતો રહે છે. શ્રીકૃષ્ણએ અર્જુનની પ્રશંસાની જગ્યાએ કર્ણ માટે કહ્યુ કે કેટલો વીર છે આ યોદ્ધો, જે તેના રથને પાછળની તરફ ધકેલી રહ્યો છે.
આ વાત
સાંભળીને અર્જુન ખુબજ પરેશાન થયો. અસમંજસ જેવી સ્થિતિમાં પુછી બેઠો કે હે વાસુદેવ
શ્રી કૃષ્ણ શા માટે આવું? મારા
પરાક્રમની તમે પ્રશંસા નથી કરતા અને માત્ર સાત કદમ પાછળ જવાથી કર્ણની આટલી પ્રશંસા
શા માટે?
શ્રી કૃષ્ણે
કહ્યુ કે અર્જુન તુ જાણે છે કે તારા રથમાં મહાવીર હનુમાન સ્વયં વાસુદેવ કૃષ્ણ
બિરાજમાન છે.
જો અમે બંને ન હોત તો તારો આ રથ આજે અસ્તિત્વ જ ન ધરાવતો હોત. આ રથને સાત કદમ પણ પાછળ ધકેલવું માનો કર્ણ ખુબજ મહા બળવાન અને પરાક્રમી છે એ વાત સાબિત કરે છે. અર્જુન આ સાંભળીને ગ્લાનિ અનુભવવા લાગ્યો.
આ તથ્યને અર્જુન ત્યારે વધુ સમજી શક્યો જ્યારે યુદ્ધ સમાપ્ત થયુ. પ્રત્યેક દિન અર્જુન જ્યારે યુદ્ધથી પરત ફરતો હતો શ્રી કૃષ્ણ પહેલા ઉતરતા અને સારથી ધર્મ અનુસાર અર્જુનને ઉતારતા. અર્જુન તમે પહેલા રથ પરથી ઉતરી જાઓ. જેવા ભગવાન રથ પરથી નીચે ઉતર્યા રથ ભસ્મ થઈ ગયો. આ વાતથી અર્જુન આશ્ચર્યચકીત થઈ ગયો.
ભગવાને કહ્યુ કે પાર્થ તારો રથ ક્યારનો ભસ્મ થઈ ગયો હતો. ભીષ્મ, કૃપાચાર્ય, દ્રૌણાચાર્ય તેમજ કર્ણ દિવ્યાસ્ત્રોથી આ રથ નષ્ટ થઈ ચુક્યો હતો. મારા સંકલ્પે આને જીવિત રાખ્યો. અર્જુનનું અભિમાન ચકનાચુર થઈ ગયો. ગીતા શ્રવણ દરમિયાન આનાથી વધારે સંદેશ અને ઉપદેશ બીજો શું હોઈ શકે. ઘમંડ જીવનમાં નષ્ટ કરી નાખે છે માટે અભિમાન છોડો.