મહાભારત માંથી આપણે ઘણી બધી કથાઓ સાંભળવા મળે છે, તેમાની એક કથા છે કર્ણ અને સાપ વિશેની લોક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે યુદ્ધ દરમિયાન કર્ણ ના તીરમાં ક્યાંકથી અચાનક એક ઝહેરીલો સાપ આવીને બેસી ગયો ધનુશમાં જ્યાં તીર રાખવાનું હોય છે તેને તરકાશ પણ કહેવામાં આવે છે. તે પાછળ પીઠ પર બાંધવામાં આવે છે. કર્ણ એ જયારે એક તીર કાઢ્યું ત્યારે તીર ના બદલે આ સાપ તેના હાથમાં આવ્યો.
કર્ણએ પૂછ્યું તું કોણ છો અને અહી શું કરે છે ત્યારે સાપે કહ્યું, હે
દાનવીર કર્ણ હું અર્જુન સાથે બદલો લેવા આવ્યો છું. કર્ણએ પૂછ્યું એવું કેમ?
ત્યારે સાપે કહ્યું: રાજન, એક વાર અર્જુને ખંડવ વનમાં આગ લગાવી દીધી હતી. એ આગ માં મારી માતા બળી ગઈ હતી, ત્યારથી મારા મનમાં અર્જુન પ્રત્યે વિદ્રોહ છે, હું એની સાથે બદલો લેવા આવ્યો છું. અને આજે મને એ બદલો લેવાનો મોકો મળ્યો છે.
થોડી વાર પછી સાપ ફરી બોલ્યો, તમે મને તીરના સ્થાન પર ચલાવી દો હું સીધો
અર્જુનને જઈને કરડી લઈશ અને થોડી જ વારમાં તેનું મૃત્યુ પણ થઇ જશે.
સાપની વાત સાંભળી કર્ણ સહજતાથી બોલ્યા: હે સર્પ રાજ, તમે ખોટું કાર્ય કરી રહ્યા છો. જયારે અર્જુને વન માં આગ લગાવી હશે ત્યારે તેનો ઉદ્દેશ તમારી માતાને સળગાવવાનો ક્યારેય પણ નહિ હોય, એવામાં હું એને દોષિત નથી માનતો, અને બીજું અનૈતિક રીતે વિજય પ્રાપ્ત કરવાનું મારા સંસ્કારો માં નથી. તેથી તમે પરત જતા રહો અને અર્જુનને કોઈ નુકશાન ના પહોચાડતા. એ સાંભળીને સાપ ત્યાંથી ઉડી ગયો.