આખરે ભૈરવનું મૂળ સ્થાન કયું છે? આવી રીતે ભૈરવ સાધનાથી મળે છે ગ્રહોની પીડામાંથી મુક્તિ…..

કૃષ્ણ પક્ષની અષ્ટમી ને ભૈરવ જયંતીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે મધ્ય રાત્રીએ ભૈરવજી નો જન્મ થયો હોવાની માન્યતા છે. મહાકાળણી નગરી માં ભૈરવ પૂજનની વિશેષ માન્યતા છે. આ અવસર પર ઉજ્જૈનની અષ્ટ ભેરવ યાત્રા નું વિશેષ મહત્વ માનવામાં આવે છે,

સ્કંદ પુરાણના અવંતી ખંડના અંતર્ગત ઉજ્જૈનમાં અષ્ટ ભૈરવ નો ઉલ્લેખ જોવા મળે છે. ભૈરવ જયંતી પર અષ્ટ મહાભૈરવ ણી યાત્રા તેમજ દર્શન પૂજા માં માનો વંચિત ફળની પ્રાપ્તિ થાય છે તેમજ ભયથી મુક્તિ મળે છે.  ભૈરવ તંત્ર નું કથન છે કે જે ભય થી મુક્તિ અપાવે એ ભૈરવ.

શું છે ભૈરવ નું મૂળ સ્થાન:-  સ્મશાન તથા તેની આસપાસની એકાંત જગ્યા જ ભૈરવનું મૂળ સ્થાન છે. સંપૂર્ણ ભારતમાં માત્ર ઉજ્જૈન જ એક એવું સ્થાન છે, જ્યાં ઓખ્લેશ્વર તેમજ ચક્રતીર્થ સ્મશાન છે. અષ્ટ મહાભૈરવ એજ સ્થાન પર વિરાજમાન છે.

ઉજ્જૈન માં વિરાજિત છે અષ્ટ ભૈરવ:-  સ્કંદ પુરાણની માન્યતા અનુસાર ઉજ્જૈનમાં અષ્ટ ભૈરવ ઘણા સ્થાનો પર વિરાજમાન છે.જાણો ક્યાં ક્યાં છે એમનું સ્થાન:- -ભૈરવ ગઢમાં કાળ ભૈરવ – દંડપાણી ભૈરવ – રામઘાટ પર આનંદભૈરવ –

ઓખ્લેશ્વર સ્મશાનમાં વિક્રાંત ભૈરવ – ચક્રતીર્થ સ્મશાનમાં બમ-બટુક ભૈરવ – ગઢકાલિકાની સામે કાળા-ગોરા ભૈરવ મંદિર – કાલીદાસ ઉદ્યાનમાં ચક્રપાણી ભૈરવ – શિંહપૂરીમાં આતાલ-પાતાલ ભૈરવ સાધનાથી પીડા મુક્તિ:-

શની, રાહુ, કેતુ તેમજ મંગળ ગ્રહ સાથે જે જાતક પીડિત હોય, તેને ભૈરવની સાધના કરવી જોઈએ. જો જન્મ પત્રિકામાં માર્કેશ ગ્રહો ના રૂપમાં જો ઉપરોક્ત ચારેય ગ્રહો માંથી કોઈ એક નો પણ પ્રભાવ જોવા મળે તો ભૈરવજી નો પંચોપચાર પૂજન જરૂર કરાવવું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer