ઘરમાં આસોપાલવનું ઝાડ હોવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આસોપાલવના ઝાડના મહત્વ વિશે જણાવામાં આવ્યું છે. જેવી રીતે આસોપાલવ શબ્દથી સ્પષ્ટ થાય છે કે કોઇ પ્રકારનો શોક ન હોવો જોઇએ. કહેવામાં આવે છે જે ઘરમાં આ છોડ લગાવેલ હોય છે ત્યાં કોઇ પણ પ્રકારનો શોક નથી હોતો.
આ છોડને ઘરમાં લગાવાથી ઘરમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્વિ આવે છે. હિંદુ ધર્મના મંગલ કાર્યમાં આસોપાલવના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવામાં આવે છે આ વૃક્ષ પર પ્રાકૃતિક શક્તિઓનો વિશેષ પ્રભાવ રહે છે.
જે ઘરમાં આસોપાલવનું ઝાડ હોય છે ત્યાં બાધા રાખ્યા વગર જ દરેક કાર્ય પૂર્ણ થાય છે. આ કારણથી હિંદુ ધર્મમાં આસોપાલવના છોડને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે.
આસોપાલવનું ઝાડ હિન્દુ સમાજમાં લોકપ્રિય અને લાભકારી છે. આસોપાલવને હિન્દીમાં અશોકનું ઝાડ કહેવાય છે. અશોક મતલબ કોઈ શોક ન હોવો. જે સ્થાન પર આ ઝાડ હોય છે ત્યા કોઈ પણ જાતનો શોક કે અશાંતિ નથી રહેતી.
માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પત્તાનો પ્રયોગ કરવામાં આવે છે. ઝાડ પર પ્રાકૃતિક શક્તિઓનો વિશેષ્જ પ્રભાવ હોય છે. જે કારણે આ વૃક્ષ જે સ્થાન પર લગાડવામં આવે ત્યા બધા કાર્ય કોઈપણ વિધ્ન વગર સંપન્ન થાય ચ હે. આ જ કારણે આસોપાલવનુ ભારતીય સમાજમાં ખૂબ મહત્વ છે.
જો આસોપાલવના ઝાડ પર રોજ પાણી ચઢાવવામાં આવે તો એ ગરમાં માતા ભગવતીનો વાસ રહે છે. એ મકાનમાં રોગ, શોક, ગૃહ, ક્લેશ, અશાંતિ જેવી સમસ્યાઓ રહેતી નથી. આસોપાલવ પર રોજ પાણી ચઢાવનાર વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા રહે છે. દર શુક્રવારે આસોપાલવના ઝાડ નીચે ઘી અને કપૂર મિશ્રિત દીવો લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
કોઈપણ શુભ મુહુર્તમાં અશોક વૃક્ષની જડને કાઢી લો. જડને કાઢીને તેને સ્વચ્છ પાણીથી અથવા ગંગાજળથી શુદ્ધ કરી લો. તમારા પૂજા સ્થાન પર માં દુર્ગાના મંત્રથી 108 વાર જપ કરો. ત્યારબાદ આ મૂળ જડને લાલ કપડા કે લાલ દોરાથી શરીર પર ધારણ કરવાથી કાર્યોમાં તરત જ સફળતા મળે છે. આની મૂળ જડને શુદ્ધ કરીને તકિયાની અંદર રાખવાથી વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ રહે છે.
આસોપાલાનુ વૃક્ષ ધરમાં ઉત્તર દિશામાં લગાવવુ જોઈએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચારણ બન્યુ રહે છે. ઘરમાં અશોક વૃક્ષ હોવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળ મૃત્યુ નથી થતુ.પરિવારની સ્ત્રીઓને શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો કરે છે. જો સ્ત્રીઓ આસોપાલવના વૃક્ષ પર રોજ જળ ચઢાવે તો તેમની ઈચ્છા અને વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ કાયમ રહે છે.
જે વિદ્યાર્થીઓ વાંચે છે પુષ્કળ પણ થોડીવાર પછી ભૂલી જાય છે તો તેઓ આસોપાલવની છાલ અને બ્રાહ્મી સમાન માત્રામાં સુખાવીને તેનુ ચૂરણ બનાવી લે. આ ચૂરણને 1-1 ચમચી સવાર સાંજ એક ગ્લાસ કૂણાં દૂધમાં સેવન કરવાથી તરત લાભ મળશે.