પુતનાનું મંદિર:
ઉત્તર પ્રદેશના ગોકુલ નગરમાં ભગવાન કૃષ્ણને દૂધ પીવડાવવાના બહાને મારવાનો પ્રયત્ન કરવા વાળી પુત્નાનું પણ મંદિર છે. મંદિરની માન્યતા છે કે મરવા માટે જ પરંતુ પુતનાએ એક માતાની જેમ બાળક કૃષ્ણને દૂધ તો પીવડાવ્યું હતું. તેથી અહી પુતનાને એક માં ના સ્વરૂપમાં પૂજવામાં આવે છે.
દશાનન મંદિર:
ઉત્તરપ્રદેશના કાનપુર શહેર માં શિવલા ક્ષેત્રમાં દશાનન મંદિર આવેલું છે, જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. અહી રાવણને શક્તિના પ્રતિક અને પ્રકાંડ પંડિત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ વર્ષ ૧૮૯૦ માં થયું હતું.
અહીરાવણ મંદિર:
ઉત્તરપ્રદેશમાં જાંસીના પચકુઈયામાં ભગવાન હનુમાનનું ૩૦૦ વર્ષ જુનું મંદિર આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહી હનુમાનજીની સાથે અહિરાવણણી પૂજા પણ થાય છે. અહિરાવણ રાવણનો ભાઈ હતો જેણે ભગવાન રામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું. અને તેનો વધ હનુમાનજી એ કર્યો હતો.
દુર્યોધન મંદિર:
મહાભારત યુધ્ધના ખલનાયક કહેવાતા દુર્યોધનને અસુરોની શ્રેણી માં ગણવામાં આવે છે. પરંતુ તેમ છતાં ઉત્તરાખંડમાં નેટવાર વિસ્તારમાં આવેલ એક મંદિરમાં દુર્યોધનને એક ભગવાનની જેમ પૂજવામાં આવે છે.
ભૈરવનાથ મંદિર:
કટરા જીલ્લામાં વૈષ્ણોમાતાનું મંદિર છે. વૈષ્ણોદેવી ના ત્રણ પદવ છે, પહેલો છે અર્ધ કુમારી ગુફા, બીજો માતારાનીનું ભવન અને ત્રીજું છે ભૈરવનાથ મંદિર. માન્યતા મુજબ ભૈરવનાથના દર્શન વિના વૈષ્ણોદેવીની યાત્રા પૂરી નથી થતી.