અઠવાડીયામાં એકવાર આ રીતે પ્રગટાવો દીવો.. ભગવાન તમારા તમામ કષ્ટો હરી લેશે..

ઘર-પરિવાર અને કાર્ય સ્થળ પર સુખ-સમૃદ્ધિ રહે તે માટેના ઘણા ઉપાયો પ્રચલિત થયા છે. તેમાંથી કેટલાક એટલા સચોટ હોય છે કે તેને અજમાવ્યાના ગણતરીના જ દિવસોમાં લાભ થયાનો અનુભવ કરી શકાય છે. તેનાથી આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે, ગૃહ ક્લેશ દૂર થઈ શકે છે, ઉપરાંત ગ્રહપીડામાંથી પણ મુક્તિ મળે શકે છે.

જરૂર હોય છે માત્ર શ્રદ્ધા રાખી તેનો પ્રયોગ કરવાની. આવો જ એક સચોટ પ્રયોગ છે દીવો કરવાનો. આ વાત આમ તો સામાન્ય લાગશે કારણ કે દરેક ઘરમાં દીવો તો પ્રાત:કાળ અને સંધ્યાકાળે થતો જ હોય છે. પરંતુ અહીં વાત ઘરમાં રોજ થતાં દીવાની નથી.

આ વાત છે લોટમાંથી બનેલા દીવામાં દીપક પ્રજ્વલિત કરવાની. ખાસ અવસર અને તહેવારોમાં આ પ્રકારના દીવા પ્રગટતા તમે જોયા હશે. તેનો આ ખાસ ઉપાય અનેક લાભ કરી શકે છે.

જ્યારે રાત દિવસ મહેનત કરવા છતાં પણ આર્થિક સ્થિતીમાં સુધારો થતો ન હોય, વિના કારણ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થયા કરતો હોય, ઓફિસમાં ધારી સફળતા ન મળતી હોય, શત્રુઓના કારણે નુકસાન થતું હોય કે પછી ખરાબ સપનાનો ભય સતાવતો હોય, આ તમામ સમસ્યાઓમાંથી આ ઉપાય છૂટકારો આપી શકે છે.

મોટેભાગે ક્યાય પણ અને કોઈપણ પ્રકાર ની પૂજા વિધિ સમયે લગભગ દીવો તો પ્રગટાવવા મા આવતો જ હોય છે. ઘણા ઓછા માણસો આ વાત ને જાણતા હશે કે અમુક ખાસ ઉપાયો તેમજ ખાસ તેલ નો દીવો કરવાથી માતા લક્ષ્મી ની પ્રસન્ન કરી તમને તેમજ તમારા ઘર પર હંમેશા કૃપા કરે છે.

આ દીવા ના પ્રયોગ થી મોટા-મોટા મહત્વપૂર્ણ કાર્યો પણ સિદ્ધ કરી શકાય છે. તો ચાલો જાણીએ આ આ દીવા ના ઉપાયો વિશે. જો કોઇપણ માણસ નો દુર્ભાગ્ય તેનો સાથ નો છોડતો તો તેના માટે આ પ્રયોગ સિદ્ધ સાબિત થશે.

ઘઉં નો લોટ તેમજ ગોળ નો દીવો બનાવી તેમા સરસવ નુ તેલ નાખી, આકડા ના ફૂલ,સિંદુર,એરંડી ના પત્તર પર રાખી શનિવાર ની રાતે કોઇપણ ચાર રસ્તા પર રાખી મુકવુ અને પાછળ ફરી ને ન જોવું. જો કોઇપણ માણસ ને પોતાની ઈચ્છા પૂરી કરવી હોય તો શનિવાર અથવા તો મંગળવાર ના દિવસે ભગવાન મહાબલી હનુમાનજી ના મંદિરે જઈ તલ નું તેલ ચડાવવું.

આ સમયે માત્ર ધ્યાન એટલું જ રાખવું કે હનુમાનજી ની સામે ચમેલી ના તેલ નો દીવો ક્યારેય ન કરવો અથવા તો હનુમાનજી ના શરીર પર ચમેલી નુ તેલ ન લગાવવુ. આ શનિવાર ના દિવસે સરસવ ના તેલ મા તમારું મોઢું જોઇ ભગવાન શનિ દેવ ના મંદિરે મૂકી આવવું. શનિ મહારાજ પર તેલ પણ ચડાવવુ આવુ કરવાથી તેમની કૃપાદૃષ્ટિ હંમેશા માટે તમારા પર બની રહે છે.

આ સાથે કોઇપણ અસાધ્ય રોગો થી મુક્તિ મેળવવા માટે સતત ૪૧ દિવસ સુધી પીપળા ના ઝાડ ની નીચે તલ ના તેલ નો દીવો પ્રગટાવવો. આ સિવાય જુદી-જુદી દેવિક ક્રિયાઓ મા પણ આ તલ ના તેલ નો પ્રયોગ કરવામા આવે છે. કળિયુગમાં હનુમાનજીની ભક્તિ બધા જ કષ્ટ-ક્લેશ દૂર કરી અને સુખ પ્રદાન કરે છે.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દરરોજ પણ તેમની છબી સામે લોટમાંથી બનેલો દીવો કરી અને હનુમાન ચાલીસાનો જાપ કરી શકો છો. ખાસ ધ્યાનમાં રાખવું કે આ ઉપાય કરો ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ઘરમાં પણ ચોખ્ખાઈ રાખવી.

આ દીવા માટે ઘઉંના લોટમાં પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. તેમાંથી દીવો બનાવી તેમાં આડી વાટનો તેલનો દીવો પ્રગટાવવો. આ દીવો તમે હનુમાનજીના મંદિરમાં જઈને પણ કરી શકો છો. આ ઉપાય મંગળવારે અને શનિવારે કરવાથી લાભ મળે છે. આ દીવો અઠવાડિયામાં એકવાર તો ફરજિયાત કરવો જ જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer