આવી રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા થઇ જશે દૂર

નમસ્તે મિત્રો, બધા લોકો ને ખબર જ હશે કે મંગળવાર હનુમાનજી નો દિવસ ગણાય છે. હિંદુ ધર્મમાં હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે, કારણકે હનુમાનજી એમના ભક્તોના બધા દુખ અને સંકટોને સ્વયં લઇ લે છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરી દે છે.

હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસાની દરેક ચૌપાઇને મંત્ર માનવામાં આવી છે. હનુમાન ચાલીસાના પાઠ પણ નિયમિત કરી શકાય છે, પરંતુ એવું માનવામાં આવે છે કે મંગળવારે અને શનિવારે પદ્ધતિસર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશેષ પરિણામ મળે છે.

હનુમાન ચાલીસાની રચના કવિ તુલસીદાસે કરી હતી. ચાલીસ શ્લોકો હોવાને કારણે, તેને ચાલીસા કહેવામાં આવે છે. દરેક શ્લોકનું પોતાનું વિશેષ મહત્વ છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ગ્રહોની અશુભતા પણ ઓછી થઈ શકે છે.

હનુમાન ચાલીસા વિશેની સૌથી અગત્યની વાત એ છે કે તેનું વાંચન જીવનમાં નકારાત્મકતા લાવતું નથી અને વ્યક્તિને સકારાત્મક ઉર્જાની અનુભૂતિ થાય છે. વ્યક્તિનું મગજ માનવ કલ્યાણ તરફ આગળ વધે છે. એવું માનવામાં આવે છે કે રાતના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનુષ્યના ઘણા બધા દોષ દુર થઇ જાય છે.

તેમજ એનાથી શનીની સાડા સતીમાં થઇ રહેલી ઘણી નકારાત્મક પ્રભાવોથી પણ વ્યક્તિને જલ્દીથી છુટકારો પ્રાપ્ત થઇ જાય છે. વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા પછી, શુધ્ધ કપડા પહેરીને ભગવાન હનુમાનની પૂજા કરો અને તેમની સામે દીવો પ્રગટાવો. તે પછી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરો, અંતે હનુમાનજીને પ્રણામ કરો.

આ તમારું મન શાંત અને કેન્દ્રિત બનાવે છે. તમે  108 વાર રુદ્રાક્ષની માળાથી પણ તેની પૂજા કરી શકો છો. શનિદેવની દ્રષ્ટિ ધરાવતા લોકોને હનુમાન ચાલીસાના પાઠનો લાભ મળે છે. જે લોકો હનુમાનની ઉપાસના કરે છે તેમને શનિદેવ મુશ્કેલી પહોંચાડતા નથી.

હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી શનિના દોષ ની અસર પણ ઓછીથાય છે અને તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ સવારે સ્નાન કરીને મંગળવારે અથવા પછી શનિવારે કરવામાં આવે છે.

હનુમાન ચાલીસાનો પાઠ ખુબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી માનવામાં આવે છે. તેમજ આ પાઠને કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું બની રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધી પણ આવે છે. તેમજ ઘણી બધી નકારાત્મક ચીજોનો પ્રભાવ પણ ઓછો થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer