તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના’ નટ્ટુ કાકા ‘એટલે કે ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન થયું, સમગ્ર ટીવી ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો. ઘનશ્યામ નાયક ને તેમને લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવવા બદલ ઘણી પ્રશંસા મેળવી હતી
અને હવે અભિનેતાના મૃત્યુ બાદ સમગ્ર ટીવી ઉદ્યોગ શોકમાં છે. નટ્ટુ કાકાના મૃત્યુ પછી, ઘણા ટીવી સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા દ્વારા, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ સ્ટાર્સે ઘનશ્યામ નાયકને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
શોમાં બબીતા જીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ પણ નટ્ટુ કાકા સાથે તેમની ઘણી તસવીરો શેર કરી છે અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયા ભાભી એટલે કે દિશા વાકાણીએ પણ ઘનશ્યામ નાયકને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.
ઘનશ્યામ નાયકનો ફોટો શેર કરતા દિશા વાકાણીએ કેપ્શનમાં લખ્યું- ‘તમેં હંમેશા યાદ રહેશો નટ્ટુ કાકા, ઓમ શાંતિ.’ હકીકતમાં, નટ્ટુ કાકા તરીકે લોકપ્રિય બનેલા ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ, રવિવારે તેમનું નિધન થયું. જેના કારણે તેના કો-સ્ટાર્સ પણ ખૂબ દુખી છે.