આપણે બધા જાણીએ જ છીએ કે હમણાં 2 દિવસ થી સુપ્રીમ કોર્ટ માં મંદિર નો કેસ ચાલી રહ્યો હતો અને કાલે જ એનો ચુકાદો આવી ગયો છે. અયોધ્યા રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટના આખરી ફેંસલા બાદ બાબરના વંશજ અને મુગલ બાદશાહ બહાદૂર શાહ જફરના પ્રપોત્ર યાકૂબ હબીબુદ્દીન ઉર્ફ પ્રિન્સ તુસીએ રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
પ્રિન્સ તુસીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે અને તેમણે જણાવ્યું કે, તમામ પક્ષોએ આ નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ. આ ચુકાદો આવ્યા બાદ અનેક નેતાઓની રાજનીતિનો અંત આવી જશે. તેમણે આ ઉપરાંત પણ રામ મંદિરમાં ફાળો આપવાની જે વાત કરી તે ખરેખર સહુ માટે ચોંકાવનારી હતી.
પ્રિન્સ તુસીએ જણાવ્યું કે, મંદિર નિર્માણ માટે તેઓ સોનાની ઈંટ આપવાના પોતાના વાયદાને તે પૂર્ણ કરશે. સોનાની ઈંટ સરકાર દ્વારા જે ટ્રસ્ટ બનાવાશે તે ટ્રસ્ટને આપશે. આ સાથે જ તેમણે તમામ પક્ષોને ભાઈચારા અને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મુગલ બાદશાહ બાબરે 1529 માં બાબરી મસ્જિદ બનાવી હતી અને તેઓ તેના વંશજ છે. આથી જમીન તેમને સોંપી દેવી જોઈએ. તેમનું કહેવું છે કે, બાબરના વંશજ હોવાના કારણે તેઓ જ જમીનના સાચા હક્કદાર છે. પ્રિન્સ તુસીએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ તેમને જમીન આપશે, તો તેઓ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રામ મંદિર માટે જમીન દાનમાં આપી દેશે. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાર્બરના વંશજ પ્રિન્સના આ નિવેદને લોકોને ખરેખર ચોંકાવી દીધા હતા.