બસપન કા પ્યાર ગીત ગાઈને પ્રસિદ્ધિ મેળવનાર સહદેવ દેરડો મંગળવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. સુકમા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સહદેવને જગદલપુરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે.
સહદેવને ઈજાગ્રસ્ત હાલતમાં સુકમાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કલેક્ટર વિનીત બંદનવાર અને એસપી સુનિલ શર્મા તેની સ્થિતિ જાણવા પહોંચ્યા હતા અને ડૉક્ટરોને યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી હતી.
જગદલપુરના ન્યુરોલોજીસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ બંને અધિકારીઓએ સહદેવને જગદલપુર મેડિકલ કોલેજમાં રીફર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. તબીબો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘટનાના સમાચાર સાંભળીને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ સુકમા કલેક્ટરને ફોન કરીને સહદેવની સારી સારવાર સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.
CMO ઓફિસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે સિંગર-રેપર બાદશાહે પણ ટ્વીટ કરીને સહદેવના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેણે લખ્યું- ‘હું સહદેવના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છું. તે હજુ પણ બેભાન છે. તમારી પ્રાર્થનાની જરૂર છે.
સહદેવ પિતા સાથે મોટરસાઈકલ પર ગામ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાઇક ચલાવતા પિતાએ કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. નજીકના લોકો એમ્બ્યુલન્સ દ્વારા સહદેવને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા.