ભારતનું એક માત્ર મંદિર જ્યાં હનુમાનજી સુતા હોય તે અવસ્થામાં છે, જે દરેક લોકોની મનોકામના કરે છે પૂર્ણ

આપણો ભારત દેશ ધાર્મિક દેશો માનો એક દેશ માનવામાં આવે છે, ભારતમાં આવા ઘણા મંદિરો આવેલા છે જે પોતાના ચમત્કાર અને રહસ્ય માટે જાણીતા છે. તમને અહીંયા દરેક ગલીમાં કોઈને કોઈ મંદિર જરૂર જોવા મળી જાય છે બધા લોકોને આ મંદિરો પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય છે. આજે તમને એવા જ એક ચમત્કારિક મંદિરો માંનું એક મંદિર મહાબલી હનુમાનજીના મંદિર વિશે જાણકારી આપીશું. જે દુનિયાભરમાં ખૂબ પ્રસિદ્ધ છે. કારણકે આ મંદિરમાં મહાબલી હનુમાનજીની મૂર્તિ ઉભી નથી, પરંતુ સુતા હોય તે અવસ્થામાં  જોવા મળે છે. જી હા તમે બરાબર સમજી રહ્યા છો, અહીંયા મહાબલી હનુમાનજી સુતા હોય તે અવસ્થામાં પોતાના ભક્તોની બધી મનોકામના પુરી કરે છે.

આપણે મંદિરની વાત કરીએ છીએ તે ઇલાહાબાદ માં આવેલું છે, ઇલાહાબાદ કુંભમેળા માટે જગપ્રસિધ્ધ છે. સંગમ નગરીમાં ગંગા સ્નાનને સનાતન સંસ્કૃતિમાં અત્યંત શુભ માનવામાં આવે છે. કુંભ ઉપરાંત પણ અહીંયા ધાર્મિક ઉત્સવો પર ગંગાસ્નાનનું વિશેષ મહત્વ હોય છે. આ સંગમ નગરીમાં ગંગાના કિનારા પર હનુમાનજી નું મંદિર આવેલું  જ્યાં દર્શન ના કરવામાં આવે તો ગંગાસ્નાન અધૂરું કહેવાય છે આ મંદિરનું નામ છે ‘બડે હનુમાનજી’ આ ઇલાહાબાદ માં કોટવાલ ના નામથી પ્રસિદ્ધ છે. ઇલાહાબાદ ના આ ધાર્મિક સ્થળ પર એક એવી હનુમાનજી ની પ્રતિમા છે જે ઉભી નહિ પરંતુ સુતા હોય તેવી અવસ્થામાં વિરાજમાન છે. આ દેશનું એક જ એવું મંદિર છે જે સ્થાન માં મહાબલી હનુમાનજી સૂતા હોય તે અવસ્થામાં  જોવા મળે છે.

મહાબલી હનુમાનજીના આ મંદિરમાં દક્ષિણ મુખી હનુમાનજીની આ મૂર્તિ ૨૦ ફુટ લાંબી છે અને આ મુર્તિ જમીનમાં ૬ થી ૭ ફુટ નીચે છે. આ હનુમાનજી ને  બડે હનુમાનજી, કિલ્લાવાળા હનુમાનજી, અને બાંધ વાળા હનુમાનજી ના નામે પણ જાણવા માં આવે છે. પુરાણોમાં બડે હનુમાનજી ના નામ નો ઉલ્લેખ મળે છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે લંકા પર જીત મેળવ્યા પછી હનુમાનજી ને થોડો થાક લાગ્યો હતો ત્યારે માતાસીતા એ તેમને અહીંયા વિશ્રામ કરવાનું કહ્યું હતું. આ એ જગ્યા છે જ્યાં હનુમાનજી એ વિશ્રામ  કર્યો હતો અને અહીંયા સુતા હતા.

 એક અન્ય માન્યતા અનુસાર એક ધનવાન વેપારી એ હનુમાનજીની આ મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું. તે વ્યાપારી આ મૂર્તિને લઈને દેશ ભરમાં ફરતો રહેતો હતો. પરંતુ આ જગ્યાએ તે વ્યાપારી રોકાઈ  ગયો હતો.કેટલાક વર્ષો પછી બાલાગીરી નામના સંતને આ સ્થળ પર મૂર્તિ મળી તો તેમણે અહીંયા આ જગ્યા પર બડે હનુમાનજી નું મંદિર બનાવડાવ્યું હતું.

મહાબલી હનુમાનજીના આ મંદિર વિશે લોકોની માન્યતા એવી છે કે આ મંદિરના જે મૂર્તિ છે તેના જમણા પગ નીચે કામદા દેવી અને ડાબા પગ નીચે અહીરાવન દબાયેલા હોય તેવી માન્યતા છે. જે ભક્તો સાચ્ચા મનથી પોતાની ઈચ્છા જણાવે છે તેમની મનોકામનાઓ હનુમાનજી અવશ્ય પુરી કરે છે. દરેક શ્રાવણ માસમાં ગંગામાતાનું જળસ્તર વધી જાય છે જેથી ગંગામાતા હનુમાનજીને સ્નાન કરાવી શકે. એવું કહેવાય છે કે ગંગાનું જળસ્તર ત્યાં સુધી વધતું રહે છે જ્યાં સુધી તે બડે હનુમાનજીના પગનો સ્પર્શ ના કરી લે. ત્યારપછી ગંગાનું જળસ્તર સામાન્ય થવા લાગે છે.

ગંગા કિનારે આવેલા આ મંદિરમાં બડે હનુમાનજીની મૂર્તિ સુતા હોઈ તે અવસ્થામાં પોતાના ભક્તોને કયારેય પણ ખાલી હાથે પાછા નથી જવા દેતા. મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને સાહસથી પરિપૂર્ણ કરીને મોકલે છે આ જ સાહસ ભક્તોને મુસીબત સામે લડવામાં મદદ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer