બદ્રીનાથ ધામનું મહત્વ અને તેની વિશેષતા: આ ધામ હિન્દુઓના મુખ્ય્ત્ર ચાર ધામો માંથી એક છે જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. વિષ્ણુ ભગવાનના પરમ ધામો માથી એક છે બદ્રીનાથ ધામ.
અને દરેક તીર્થ યાત્રી ઓ નું સપનું હોય છે આ ધામના દર્શન કરવા. આ તીર્થ સ્થળ કેદારનાથ ની નજીક આવેલ છે. અહી અખંડ દીપ જ્યોત સળગે છે. અહી અલકનંદાના દર્શન પણ થાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર એક બદ્રીનાથ ધામ ની કથા: એક વાર ભગવાન વિષ્ણુના મનમાં ઘોર તપસ્યા કરવાનો વિચાર આવ્યો. તે યોગ્ય જગ્યાની શોધ કરી રહ્યા હતા. શોધતા શોધતા તેને એક જગ્યા મળી જે કેદાર ભૂમિમાં નીલકંઠ પર્વતની નજીક હતી,
આ જગ્યા તેને શાંત, પ્રિય અને અનુકુળ લાગી. તેઓ જાણતા હતા કે આ જગ્યા શિવ સ્થળી છે. તેથી તેની આજ્ઞા લેવી જરૂરી છે અને જો આજ્ઞા એક રડતું બાળક લેશે તો ભોલેબાબા તરત જ માની જશે. તેને બાળક બની અહી અવતાર લીધો અને તેઓ રડવા લાગ્યા.
તેમની આ દશા માં પર્વતીથી જોઈ ના શકાઈ અને તેઓ શિવજી સાથે એ બાળકની સામે ઉપસ્થિત થયા. અને રડવાનું કારણ પૂછવા લાગ્યા. બાળક વિષ્ણુ એ જણાવ્યું કે તપ કરવું છે અને એ માટે તેને આ જગ્યા જોવે છે.
ભગવાન શિવ અને પાર્વતીજીએ તેને આ જગ્યા આપી દીધી. અને એ બાળક ઘોર તપસ્યામાં લીન થઇ ગયા. તપસ્યા કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. અને ઘોર તપસ્યામાં લીન બાળક વિષ્ણુ બરફ માં ઢંકાઈ ગયા.
પરંતુ તેને આ વાત ની બિલકુલ જાન ના હતી. વૈકુઠ ધામમાં માં લક્ષ્મીથી પોતાના પતિની આ હાલત જોઈ નહોતી શકાતી. તેમનું મન દુઃખોથી દ્રવિદ થઇ ગયું હતું. પોતાના પતિની મુશ્કેલીઓ દુર કરવા માટે તે પોતે તેની નજીક આવી એક બદ્રીનું વૃક્ષ બની
તેની હિમ પાત થી રક્ષા કરવા લાગ્યા. પછી ઘણા વર્ષ વીતી ગયા પછી બદ્રી નું એ વૃક્ષ પણ હિમપાત થી સફેદ થઇ ગયું હતું. ઘણા વર્ષો પછી જયારે ભગવાન વિષ્ણુ એ પોતાનું તપ પૂર્ણ કર્યું
ત્યારે ખુદ ની સાથે એ વૃક્ષને પણ બરફ થી ઢંકાયેલ જોયું. ત્યારે તેને સમજી ગયું કે માં લક્ષ્મી એ તેની સહાયતા માટે આ તપ તેની સાથે જ કર્યું છે. ભગવાન વિષ્ણુએ લક્ષ્મી ને કહ્યું કે હે દેવી,
મારી સાથે તમે પણ આ ઘોર તપસ્યા કરી છે. તેથી આ જગ્યા પર મારી સાથે તમારી પણ પૂજા કરવામાં આવશે. તમે બદ્રીનું વૃક્ષ બનીને મારી રક્ષા કરી છે તેથી હવે આ ધામને બદ્રીનાથ કહેવાશે.