હિંદુ ધર્મમાં ધાર્મિક યાત્રાનું ખુબજ મહત્વ માનવામાં આવે છે. આ યાત્રાઓ માં સૌથી ખાસ અને મોટી યાત્રા છે ચાર ધામની યાત્રા જેણે દરેક લોકો કરવા ઈચ્છતા હોય છે. એવાજ ધાર્મિક સ્થળો માંથી એક છે બદ્રીનાથની યાત્રા જ્યાં જવું દરેક લોકો માટે સૌભાગ્ય સમાન હોય છે. અહી ણી યાત્રા આપના જીવનને સફળ બનાવે છે.
બદ્રીનાથ ધામ ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવે છે. જેણે બદ્રીનારાયણ મંદિર પણ કહે છે. આ મંદિર ૨૦૦૦ વર્ષ થી પણ વધારે સમય થી એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. આ સુંદર મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે. બદ્રીનાથની મૂર્તિ શાલગ્રામશીલા થી બનેલી છે, અને ચતુર્ભુજ ધ્યાન મુદ્રામાં છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની પ્રતિમા વાળું બદરીનાથનું આ મંદિર વર્તમાનમાં ૩૧૩૩ મીટરની ઉચાઈ પર આવેલ છે તેમજ બદ્રીનાથ શિખરની ઉચાઈ ૭૧૩૮ મિત્ર છે.
બદ્રીનાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અહી દુર દુરથી યાત્રીઓ આવે છે. અહીની ઘટાઓ આપણને આકર્ષિત કરે છે. બદરીનાથનું મંદિર ઋષિકેશ થી ૨૯૪ કિમી દુર ઉત્તર દિશામાં આવેલું છે. ખુબજ સુંદર વાદીઓ માં આવેલું આ મંદિર શાંતિનો અહેસાસ કરાવે છે. તેની સાથે સાથે અલકનંદા નદી તેની ખુબસુરતીને વધારે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે નારાયણ પર્વતની ચોટી પર મંદિર શેષનાગના રૂપમાં છે. તેમજ શેષનાગના પ્રાકૃતિક ફેણ સ્પષ્ટ જોવા મળે છે.
આ મંદીરની અંદર કેમેરા લઇ જવાની સખ્ત મનાઈ છે અહી બદ્રીનાથના દર્શનની સાથે સાથે અલકનંદા નદીના દર્શન પણ કરી શકાય છે. આ મંદિર ખુબજ ઉંચાઈ પર આવેલું છે.