હિંદુ ધર્મ ના સૌથી જાગૃત અને સર્વશક્તિશાળી દેવતાઓ માં એકમાત્ર હનુમાનજી ની કૃપા જેના પર વરસવાનું શરુ થઇ જાય છે એનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું. દશ દિશાઓ અને ચારેય યુગ માં એનો પ્રતાપ છે. જો કોઈ પણ વ્યક્તિ એની સાથે જોડાયો સમજો એનું સંકટ ગયું. દરરોજ હનુમાન ચાલીચા વાંચવી જોઈએ. માર્ગશીર્ષ મહિના ની શુક્લ પક્ષ ની ત્રયોદશી તિથી ના દિવસે વ્રત કરવાથી અને એ દિવસે હનુમાન પાઠ, જાપ, અનુષ્ઠાન વગેરે પ્રારંભ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે.
૧. ભૂત-પિશાચ : भूत पिशाच निकट नहिं आवै, महावीर जब नाम सुनावै અર્થ : જ્યાં મહાવીર હનુમાનજી નું નામ સંભળાવવામાં આવે છે.ત્યાં ભૂત પિશાચ પાસે પણ નથી ફટકી શકતા. જેને કોઈ અજાણ શક્તિ અથવા ભૂત પિશાચ વગેરે થી ડર લાગે છે તો હનુમાનજી માત્ર નામ જપતા રહેશો તો ભયમુક્ત થઇ જશો.
૨. શનિ અને ગ્રહ બાધા : જેને લાગે છે કે એને શનિ અથવા અન્ય કોઈ ગ્રહ ની બાધા છે, સાડા સતી અથવા રાહુ ની મહાદશા ચાલી રહી છે તો ગભરાવવાની જરૂરત નથી. જેના પર હનુમાનજી ની જેના પર કૃપા હોય છે, એને શનિ અને યમરાજ પણ વાળ વાંકો કરી શકતા નથી. તમે દરરોજ મંગળવારે હનુમાન મંદિર જાવ અને શરાબ તેમજ માંસ ના સેવન થી દુર રહો. એની સિવાય શનિવાર ના દિવસે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી શનિ ભગવાન તમને લાભ આપશે. શનિવાર ના દિવસે હનુમાન મંદિર જઈને હનુમાનજી ને લોટ નો દીપક પ્રગટાવો.
૩. રોગ અને શૌક : નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા
અર્થ : વીર હનુમાનજી! તમને નિરંતર જાપ કરવાથી બધા રોગ દુર થઇ જાય છે અને બધી મુશ્કેલી દુર થાય છે. જો તમને શરીર માં દુખાવો છે અથવા તમે કોઈ રોગ થી ગ્રસ્ત છો તો તમે હનુમાન બાહુક નો પાઠ કરો.
૪. કોર્ટ-કચેરી જેલ બંધન થી મુક્તિ
હનુમાનજી ‘બંધી છોડ’ બાબા છે. એની સિવાય કોઈ અન્ય બંધી છોડ નથી. જે વ્યક્તિ દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસા વાંચે છે એને કોઈ પણ વ્યક્તિ બંધક બનાવી શકતા નથી. એના પર ક્યારેય મુશ્કેલી નથી આવતી. તે માનસિક રૂપ થી પણ બંધન થી મુક્ત થઇ જાય છે.
૫. મરણ-સમ્મોહન ઉચ્ચાટન : ઘણા વ્યક્તિ એમના કામ અથવા વેપાર થી લોકો ને હેરાન કરી દે છે, એનાથી એના શત્રુ વધી જાય છે. અમુક લોકો ને સ્પષ્ટ બોલવાની આદત હોય છે જેના કારણે એના ગુપ્ત શત્રુ પણ હોય છે. એ પણ હોય શકે છે કે તમે બધી રીતેથી સારા છો તો પણ તમારી તરક્કી થી લોકો ખરાબ ઈચ્છે છે અને તમારી વિરુદ્ધ ચાલ રમે છે.