હનુમાનજી ના ભક્ત હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાય કરે છે સાથે જ હનુમાન ચાલીસા નો પાઠ, બજરંગ બાણ નો પાઠ વગેરે કરે છે. પરંતુ ઘણી વાર જાણકારી ના અભાવ માં ભક્તો દ્વારા અમુક એવી ભૂલો કરવામાં આવે છે જેનાથી પૂજા નું શુભ ફળ મળી શકતું નથી. પૂજા સંપન્ન થતી નથી.હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા બજરંગ બાણ નો પાઠ કરવામાં આવે છે. પરંતુ અમે આ લેખ માં બજરંગ બાણ ના પાઠ માં કરવામાં આવતી ભૂલો વિશે કહેવા જઈ રહ્યા છીએ. જેનાથી પૂજા નું શુભ ફળ નથી મળતું તેમજ પૂજા સાચી રીતેથી સંપન્ન થતી નથી.
- બજરંગ બાણ નો પ્રયોગ દરેક જગ્યા પર દરેક ને ન કરવું જોઈએ. એનો પાઠ ત્યારે સુધી ન કરવો જોઈએ જ્યાં સુધી વ્યક્તિ કોઈ મોટી પરેશાની માં ન હોય. એવું માનવામાં આવે છે કે એનો પાઠ કરવાથી હનુમાનજી નારાજ પણ થઇ શકે છે તેમજ આ ત્રુટી ને ક્ષમા નથી કરતા.
- બજરંગ બાણ નો પ્રયોગ નાની-મોટી સમસ્યાઓ માં કરવો નિષેધ છે. એનો પ્રયોગ જયારે કોઈ અભીષ્ટ કાર્ય સંપન કરવાનું હોય અથવા કોઈ મોટી પરેશાની માં ફંસી ગયા હોય જેનાથી બહાર નીકળવું આસાન ન હોય ત્યારે કરો. પરંતુ આ પાઠ માં સાવધાની રાખવાની જરૂર હોય છે.
- ઇષ્ટ કાર્ય ની સિદ્ધી માટે હનુમાન જયંતી અથવા પછી મંગળવાર અથવા શનિવાર ના દિવસે નક્કી કરો. હનુમાનજી ની પ્રતિમા ની સામે ॐ हनुमंते नम: નો સતત જાપ કરો. પૂજા માટે કુશાસન માં બેસો.
- જે ઘર માં બજરંગ બાણ નો નિયમિત પાઠ થાય છે ત્યાં દુર્ભાગ્ય, ભૂત-પ્રેત નો પ્રકોપ અને અસાધ્ય શારીરિક કષ્ટ નથી આવતા. જે વ્યક્તિ નિત્ય પાઠ કરવા માં અસમર્થ હોય એને ઓછા માં ઓછા દરેક મંગળવાર ના દિવસે આ જાપ અવશ્ય કરવા જોઈએ.