જાણો જામનગરમાં આવેલ બાલા હનુમાન મંદિર વિશે

જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો.  તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું.

નિર્માણઃ બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

મંદિરનાં આકર્ષણો: મોટા ઉત્સવોના દિવસે આ ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય છે. તો રાતના સમયે આ ધૂન સાંભળીને એક અનોખી શાંતિનો અનુભવ કરાવે છે.

જે સ્વયંસેવકો આ ધૂનમાં સહભાગી થાય છે તેઓ એટલું ચુસ્ત સમયપત્રક પાળે છે કે ક્યારે પણ આ ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થતી નથી. બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની લગોલગ આવેલું છે. પહેલી ઓગસ્ટ, 1964થી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ તો ના જ થઇ.

છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

કેવી રીતે પહોંચવું : જામનગર જવા માટે ગુજરાતના મોટા ભાગનાં સ્થળોએથી બસ સુવિધા છે. બાલા હનુમાન અમદાવાદથી 301 કિમી, રાજકોટથી 86 કિમી, વડોદરાથી 375 કિમી અને સુરતથી 535 કિમી દૂર છે.
 

મોટા ઉત્સવોના દિવસે આ ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય છે. તો રાતના સમયે આ ધૂન સાંભળીને એક અનોખી શાંતિનો અનુભવ કરાવે છે.

બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની લગોલગ આવેલું છે.

નજીકનાં મંદિરો

1). શનિદેવ મંદિર હાથલા 109 કિમી.
2). રાજકોટ સ્વામિનારાયણ મંદિર- 90 કિમી
3). દ્વારકાધીશ મંદિર- 131 કિમી 

Leave a reply:

Your email address will not be published.

Site Footer