બાળકને જન્મ આપતી માતાની આ તસ્વીરો 5 કરોડ થી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે, તમે જોઈ કે નહિ? સલામ છે દરેક માતાને…

એક સ્ત્રી જેણે પોતાના બાળકને જન્મ આપવો એ સમયે એણે એક મિત્રને એ સમયને, એ ક્ષણોને કેમેરામાં કેદ કરવા માટે કહ્યું હતું અને એના એક મિત્ર ફોટોગ્રાફરે આ કામ કરવાનું નક્કી કર્યું હતું. આ સ્ત્રી પોતાના સંતાનને પોતાના ઘરમાં જન્મ આપવા માંગતી હતી. અને તેના જે મિત્ર એ આ સમયને કેમેરામાં કેદ કર્યો એ kathy Rosario છે.

ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે, એક સ્ત્રી પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે એનાથી વધુ આકર્ષક કંઈ જ હોતું નથી. એમાં પણ જ્યારે એ પોતાના જ ઘરમાં પોતાના બાળકને જન્મ આપે ત્યારે વધુ આકર્ષક બની જાય છે. આગળ વધુ ઉમેરતા ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે, આ મહિલા પોતાના આવનારા સંતાનની રાહ એકદમ શાંતિથી જોઈ રહી હતી, એકદમ શુદ્ધ બનીને. ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે, પોતાના જ ઘરના બાથટબમાં બાળકને જન્મ આપતી હોય એવી સ્ત્રી ના ફોટા મેં ક્યારેય લીધા નથી. જો કે આ પહેલા પણ બાળકોને જન્મ આપતા સમયના ઘણા ફોટોગ્રાફરે કેમેરામાં લીધા છે, પોતાના જ ઘરમાં જ જન્મ આપતા સમય ના ફોટા મેં પ્રથમ વખત લીધા છે.

દુનિયામાં માતા એ સૌથી શ્રેષ્ઠ ઉચ્ચ અને આશ્ચર્યજનક વ્યક્તિઓમાં સામેલ છે. આગળ ઉમેરતા એણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે મારા દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ સૌથી વધુ કિંમતી છે.

આ ફોટોમાં જોઈ શકાય છે કે મહિલા કેવી રીતે પોતાના ઘરના બાથટબમાં પ્રવેશે છે, અને સંકોચન દ્વારા શ્વાસ લેવા માટે તૈયાર થઈ રહી છે.

એકમાં જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે અસહનીય પીડા માંથી પસાર થાય છે. એ સિવાય જ્યારે તે બાળકને પોતાના ગર્ભમાં નવ મહિના સુધી સાચવતી હોય છે ત્યારે  પણ એ ઘણી બધી તકલીફોનો સામનો કરતી હોય છે.

આ ફોટોમાં જોઈ શકાય છે કે જન્મ આપનાર માતા પોતાના બાળકને બહાર ખેંચી લે છે અને બાળક દુનિયામાં આવીને પ્રથમ શ્વાસ લે છે.

જ્યારે એ સ્ત્રીને જાણ થાય છે કે પોતે જ બાળકને જન્મ આપ્યો તે એક દીકરી છે ત્યારે ખુબ જ ખુશ થઇ જાય છે. કારણ કે, એની પહેલા એના ઘરે બે દીકરા જન્મેલા હતા.

એ બાળકના જન્મ થયા બાદ એ મહિલાના ચહેરા પર ખૂબ જ સુંદર માતૃત્વનો ભાવ જોવા મળે છે, અને બે દીકરા બાદ એના ઘરે દીકરી નો જન્મ થયો છે માટે એની ખુશી બમણી થઇ જાય છે.

આ તસવીરમાં નજરે પડી રહ્યું છે કે તે પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે. એ દરેક બાળક માટે શ્રેષ્ઠ છે અને સ્તનપાનને ‘ પ્રવાહી સોના ‘તરીકે ઓળખવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer