આજકાલ દરેક લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે ગુજરાતના એકલા રાજકોટમાં ખૂબ જ વિચિત્ર કેસ જોવા મળ્યા હતા અને આ જિલ્લામાં બાળકોમાં કોરોના ના લક્ષણો જોવા મળતા લોકોમાં પણ હાહાકાર મચી ગયો હતો અને ફક્ત બે દિવસમાં ડોક્ટરોને બાળકોમાં 200 કેસ કોરોના જોવા મળ્યા હતા
ત્યારે લોકોમાં પણ ફફડાટ મચી ગયો હતો અને સમગ્ર દેશમાં કોરોના ની પરિસ્થિતિ ખૂબ જ વધારે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આવા કપરા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ હતી પરંતુ કોરોના ની બીજી લહેર ના કારણે કેટલાક લોકોનું મૃત્યુ પણ થઇ ગયો છે.
કેટલાક લોકોને અપૂરતી સારવાર અને નિદાન સુવિધાના કારણે આર્થિક અને માનસિક બન્ને રીતે ભાંગી પડ્યા છે. જ્યારે આવા કોરોના ના સમયમાં આડઅસરના કારણે એક નવો ગંભીર રોગ જેને મ્યુકરમાય્ક્રોસીસ કહેવામાં આવી રહ્યો છે. તે ગંભીર રોગથી પણ અનેક લોકો પીડાઇ રહ્યા છે.
હવે આ ગંભીર રોગ માં બે પ્રકારના દર્દીઓ જોવા મળે છે. એક બ્લેક ફંગસઅને બીજા વ્હાઈટ ફંગસ ત્યારે હવે આ બધી મહામારી વચ્ચે બાળકોમાં પણ આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. કોરોના ની હજુ તો તો વિદાય નથી થઈ ત્યારે બાળકોમાં એક નવો જ રોગ જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધીમાં આ રોગ માત્ર અભ્યાસમાં આવતો અને આશરે બે લાખ કરતાં પણ વધારે બાળકોમાંથી ૧ બાળકને આ રોગ જોવા મળતો હતો પરંતુ રાજકોટ શહેરમાં ૧૦૦ કરતાં વધારે બાળકો માં દાંત ડોક્ટરોના પણ જીવ અધ્ધર થઈ ગયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આ રોગની સારવાર 45 થી વધારે બાળકો દ્વારા લેવામાં આવી છે. તો ચાલો જોઈએ કે આ રોગ ના કયા કયા લક્ષણો છે.
જો આ બાળક કોઈ પણ બાળકને જીભમાં અને આંખ જો લાલ થઈ જતી હોય અથવા હાથ-પગ અને પેટના અન્ય ભાગોમાં સોજા આવી જતા હોય અથવા બીજા કોઈ અંગો માં પાણી ભરાઈ જતું હોય ત્યારે ડોક્ટરો અલગ-અલગ પ્રકારના રિપોર્ટના આધારે તેમને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન (MIS-C) હોવાનું રિપોર્ટ કરાવે છે. ગુજરાતીમાં એમઆઈએસસી હોવાનું જણાવવામાં આવે છે.
ડોક્ટર રાકેશ ગામી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ રોગને વૈજ્ઞાનિક ભાષામાં પીડીયાટ્રીક મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ તો કોરોના થઈ ગયેલા બાળકો માં આશરે ૬ થી ૮ અઠવાડિયા ના અમુક બાળકોમાં જોવા મળતો હોય છે.
પરંતુ કોરોના ની સારવાર લઈ રહેલા અમુક બાળકોમાં આ રોગ જોવા મળ્યો હતો ત્યારે રાજકોટ ખાતે આ રોગ વધારે બાળકોમાં જોવા મળ્યો હતો કોરોનાથી સાજા થઇ ગયા બાદ શરીરમાં અનેક પ્રકારના એન્ટીબોડી બનતા હોય છે. તેના લીધે બાળકો પણ આ એન્ટીબોડી શરૂ થવાના દરેક વસ્તુ પર તેની અસર થતી હોય છે.
બાળકોમાં એન્ટીબોડી બનવાથી તે શરીરનું રક્ષણ કરવાની જગ્યાએ બાળકોને ખૂબ જ વધારે નુકશાન કરે છે. તેના લીધે બાળકને સતત સતાવતો હોય છે. ઝાડા ઉલ્ટી થતા હોય છે. જે આંખો લાલ થઈ જતા હોય છે. તેના લીધે બાળકોમાં આ પ્રકારનું નિદાન કરવા માટે કોરોનાના એન્ટીબોડી ટેસ્ટ અને સાથે એન્ટ્રી મારનાર રિપોર્ટ અને બાળકોમાં અન્ય કોઈ બીજી ગંભીર બીમારી તો નથી ને તેના રિપોર્ટ ની માહિતી મેળવી અને આ રોગનું નિદાન કરવામાં આવે છે.
આ રોગની સારવાર રાજકોટ શહેર સો કરતાં વધુ બાળકોએ લઈ લીધી હોય તેવું બાળકોના ડોક્ટર યગ્નેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જે વ્યક્તિને કોરોના ન થયો હોય તે વ્યક્તિને પણ એન્ટીબોડી પોઝિટિવ નીકળ્યા હતા ડોક્ટર રાકેશ ગામી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ રોગની સારવાર માટે સૌપ્રથમ કોરોના નો ટેસ્ટ કરવામાં આવે છે.
પરંતુ હવે તો એવી ખબર પડી રહી છે. કે તેમને અગાઉ ક્યારેય કોરોના હતો જ નહીં અને તેમને મેડિકલ હિસ્ટ્રી દરમિયાન તેમના માતા-પિતાને મૂકવામાં આવે કે તેમના બાળકો ને કોરોના થયો હતો કે નહીં પરંતુ તેમના એન્ટ્રી બોડી ટેસ્ટ પોઝીટીવ નીકળતા હતા
આમ આ બાળકોમાં જોવા મળતા તેમની ઉંમર પાંચ વર્ષ સુધી લઈ અને પંદર વર્ષ સુધી નાના બાળકોમાં આ રોગ જોવા મળે છે. અને તે સૂચવે છે. કે બાળકો વારંવાર બહાર રમતા હોય તેના લીધે પણ બાળકોને કોરોનાનો સંક્રમણ લાગ્યું હોય તેઓ જણાવી રહ્યા છે.
આ રોગના કારણે સર્જાતી અનેક પ્રકારની મુશ્કેલી જેમ કે ત્રણ દિવસ તે વ્યક્તિને તાવ આવતો હોય છે. અને ત્રણ દિવસ સતત ઝાડા અને ઉલ્ટી થતા હોય છે. હાથ પગમાં સોજા રહેતા હોય છે. તે બાળકને પેટમાં પાણી ભરાઈ જતું હોય છે. અને લીવર ઉપર પણ સોજો આવી જતો હોય છે. બ્લડપ્રેશરમાં ઘટાડો જોવા મળતો હોય છે. આંખો તમામ વસ્તુઓ લાલ થઈ જતી હોય છે. અને શરીરના દરેક અંગ ઉપર ફોડલી અને કુંડાળા દેખાઈ જતા હોય હોય છે.