બનારસ માં મૃતકો ને અંતિમ સંસ્કાર માટે બે ઘાટ ઘણા પ્રસિદ્ધ છે. પહેલો છે- મણીકર્ણિકા ઘાટ અને બીજો છે- રાજા હરીશચંદ્ર ઘાટ. અહિયાં અગ્નિ સંસ્કાર કરાવવા વાળા ને ‘ડોમ રાજા’ કહીને બોલાવવામાં આવે છે. ડોમ જાતી કોઈ અછૂત જાતી નથી. હિંદુ રીતી રીવાજો ની અનુસાર મૃતક ના અંતિમ સંસ્કાર ના સમયે એની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે.ડોમ જાતી નો ઈતિહાસ ગૌરવપૂર્ણ રહ્યો છે. કહેવામાં આવે છે કે વૈદિક કાળ માં એનો સંબંધ એક મોટા રાજવંશ સાથે હતો. હકીકતમાં આ સંબંધ માં બીજી પણ કથાઓ મળે છે.
પ્રધાનમંત્રી મોદી એ નામાંકન માં એક પ્રસ્તાવક ડોમ જાતી સાથે લીધો છે. ભારત ના પ્રધાનમંત્રી મોદી એ વારાણસી થી નામાંકન કરતા સમયે અગ્નિ સંસ્કાર કરવા વાળા ડોમ રાજા જગદીશ ચૌધરી ને એમનો પ્રસ્તાવક બનાવ્યો છે. ચૌધરી એ કહ્યું કે મોદી પહેલા પીએમ છે જેમણે અમારા જેવા લોકો પર ધ્યાન આપ્યું છે. મણીકર્ણિકા ઘાટ પર ડોમ રાજા ના નામ થી પ્રસિદ્ધ જગદીશ ૩ દશક થી અગ્નિ સંસ્કાર કરી રહ્યા છે. પીએમ મોદી એ ‘હું છું ચોકીદાર’ ના સૂત્ર પાછળ ની ચુંટણી માં બોલવામાં આવ્યા ‘ચાયવાળા’ સૂત્ર ની જેમ જ ચલાવ્યું છે. ડોમ જાતી ને સ્મશાન ના ચોકીદાર પણ માનવામાં આવે છે. તેથી એમણે ચોકીદાર ને એમના પ્રસ્તાવક બનાવ્યા છે.
ડોમ રાજા ને ધરતી ના યમરાજ કહેવામાં આવે છે. જે મૃત ને અગ્નિ સંસ્કાર કરીને મૃત આત્માઓ ને મોક્ષ નો રસ્તો દેખાડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શવ ને આગ આપવાનું કામ કરવા વાળા વ્યક્તિ રાજા કઈ રીતે હોય શકે છે?
ડોમ નો અર્થ – ડ=ઓમ=ડોમ. આ રીતે ડોમ શબ્દ થી ઓમ નો અવાજ નીકળે છે. ‘ઓમ ઈશ્વર નું નામ છે. ડોમ માં ડ+અ+ઉ+ઓ+મ=ડોમ, ઉ=શિવ અને ઓમ=ઓંકાર. વેદો ના મહામંત્ર જેનું ઉચ્ચારણ થયું શિવ ઓમ. અર્થાત ઓમ થી સૃષ્ટી તથા શિવ થી સૃષ્ટિ નો સંહાર.
ડોમ રાજાઓ ની પૌરાણિક કથા ભગવાન શિવ અને રામ ના પૂર્વજ રાજા હરીશચંદ્ર થી જોડાયેલી છે. શિવ કથાની અનુસાર અનાદિકાળ માં જયારે કાશી નું નામ આનંદવન રહેતું હતું, એ સમયે ભગવાન શંકર માતા પાર્વતી ની સાથે અહિયાં ભ્રમણ માટે આવ્યા હતા. અને મણીકર્ણિકા ઘાટ પર સ્થિત કુંડ ને એમણે પોતાની જટાઓ થી ભર્યો હતો જેના પછી માતા પાર્વતી એ એમાં સ્નાન કર્યું.