કુદરતનું ઉગ્ર સ્વરૂપ :બરફનું તોફાન સુનામીની જેમ આગળ વધવા લાગ્યું ભયાનક દ્રશ્ય કેમેરા માં થયા કેદ…

ઘણીવાર માણસ પ્રકૃતિને હળવાશથી લે છે. પોતા ને તેની સામે મોટો ગણવા લાગે છે, પરંતુ જ્યારે કુદરત તેનું ઉગ્ર સ્વરૂપ બતાવે છે, ત્યારે માણસ તેની સામે કંઇ કરી શકતો નથી, ત્યારે માણસને ખબર પડે છે કે તે કુદરત સામે કેટલો નાનો છે. અને તેને ખબર પડે છે કે તે કુદરતની તમામ શક્તિઓ સામે પોતા ને લાચાર માને છે છે. તાજેતરમાં જ આનો પુરાવો એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યો હતો. જ્યારે એક હિંમપ્રતાપ નામનો વ્યક્તિ બરફના તોફાનનો વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારે તેના કેમેરામાં એક ભયાનક દ્રશ્ય કેદ થયું.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બરફના તોફાન નો વીડિયો બતાવવા માં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ તોફાન સુનામી એટલે કે પાણીના ઊંચા અને ખતરનાક મોજા જેવું લાગે છે. કોઈપણ વ્યક્તિ ને આ વીડિયોને નકલી લાગી શકે છે એવું લાગે છે કે બનાવટી છે પણ એવું નથી. જ્યારે વિડીયો બનાવી રહ્યો હતો ત્યારે બે પહાડોની વચ્ચેથી બરફ એટલી ઝડપથી પડી રહ્યો છે કે તે દૂર દૂર સુધી વહી રહ્યો છે

વિડીયો બનાવનાર વ્યક્તિ બરફનું તોફાન જોઈને ગભરાઈ ગયો. યુનિલાડ વેબસાઈટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આ સમગ્ર ઘટના અંગે માહિતી આપવામાં આવી છે. આ દ્રશ્ય કિર્ગિસ્તાનમાં આવેલા “તિયાન શાન પર્વત કિર્ગીસ્તાન” પર્વતો પર જોવા મળ્યું હતું. હેરી શિમિન નામનો વ્યક્તિ આ દ્રશ્ય રેકોર્ડ કરી રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પેજ વાયરલ હોગ દ્વારા જણાવ્યું કે તેણે છેલ્લી ઘડીએ ત્યાંથી બહાર જવાની યોજના પણ બનાવી લીધી હતી. છતા તે બરફને પોતાની નજીક આવવા દેતો હતો.

 

View this post on Instagram

 

A post shared by UNILAD (@unilad)

તે એમ પણ જાણતો હતો કે આ ખૂબ જ જોખમી કામ છે, છતા પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને બરફને નજીક આવવા દીધો. જ્યારે બરફ નજીક આવ્યો અને અંધારું છવાયું ત્યારે તે ડરવા લાગ્યો. તેના પર બરફ ઢંકાયો ન હતો. ઉપર આકાશ હતું આના કારણે તેને ન તો ઈજા થઈ કે ન તો ગૂંગળામણ થઈ, પરંતુ ઓછી હવાને કારણે તેને ઉલ્ટી શરૂ થઈ ગઈ હતી. તેની ટીમના બાકીના સભ્યો દૂર હતા તેથી કોઈ નો જીવ જોખમ મા આવ્યો ન હતો.

આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી
યુનિલાડના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અત્યાર સુધીમાં આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, અને ઘણા લોકોએ પોતાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે રેકોર્ડ કરનાર વ્યક્તિ સ્ટીલની બનેલી હોવી જોઈએ. એક વ્યક્તિએ કહ્યું કે તે સપનામાં આવું દ્રશ્ય જુએ છે. એક વ્યક્તિએ કહ્યું કે તેને દૂરથી જોવામાં આવે તો નજારો સારો લાગે. પરંતુ જેમ જેમ બરફ નજીક આવ્યો ત્યારે વિડીયો બનાવનાર ની હાલત ખરાબ થઈ ગઈ હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer