બારડોલીમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ૩ લુંટારાઓએ તમંચો બતાવી ૬ કર્મચારીઓને બંધક બનાવી ૧૦ લાખની લુંટ કરી ફરાર…

સુરત જિલ્લાના બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં દિવસના સમયે લૂંટની ઘટના બની છે. બેંકમાં ઘસી આવેલા 3 જેટલા લૂંટારૂઓએ તમંચાથી 6 કર્મચારીઓને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવી હતી. બેંકમાં લાગવાયેલ સીસીટીવી કેમેરામાં લૂટની સમગ્ર ઘટના કેદ કરાઇ છે.

લૂંટારૂઓ લૂંટ કરવા માટે ચોરીની બાઈકનો ઉપયોગ કર્યા હતો. કારણ કે લૂંટને અંજામ આપીતિ વખતે જ્યારે લૂંટારૂ બહાર આવ્યા ત્યારે સૌ પ્રથમ બાઈક સ્ટાર્ટ ન થતાં બે લૂંટારૂ પરત બેંકમાં ગયા જ્યારે એક લૂંટારૂ બાઈક સ્ટાર્ટ કરવામાં લાગ્યો હતો.

જ્યારે બાઈક સ્ટાર્ટ થઈ ગઈ ત્યારબાદ લૂંટારૂ ત્રણેય બાઈક પર નીકળ્યા અને આગળ જતાં બાઈક બંધ પડી જતાં ફરી સ્ટાર્ટ કરવી પડી હતી. આ ધટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.

લૂંટ કરવા આવેલા લૂંટારા તમંચા લઈને આવ્યા હતા. જોકે કેટલાની લૂંટ થઈ શકે છે એનો લૂંટારાઓને અંદાજો ન હતો. લૂંટારાઓ 10.40 લાખ રૂપિયા એક પ્લાસ્ટિકની થેલીમાં લઈને ભાગ્યા હતા.

બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારા એક જ બાઈક પર ભાગ્યાં. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફની નિવેદન નોંધી લીધા હતા, જેમાં કર્મચારીઓએ લૂંટારાઓ બાઈક લઈને કામરેજ તરફ નાસી ગયા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer