મોટાભાગના લોકોને બટેટા ખૂબ જ ભાવતા હોય છે અને બટેટાને શાકનો રાજા પણ કહેવામાં આવે છે કેમકે બટેટા એક એવું શાક છે કે જે કોઈપણ શાક સાથે ખૂબ આસાનીથી ભળી જાય છે. અને મોટાભાગના લોકોને જો દરરોજ બટેટાનું શાક આપવામાં આવે તો પણ તે ખૂબ જ સ્વાદ લઈને ખાઇ શકતા હોય છે. સાથે સાથે બટાટા ની અંદર અનેક પ્રકારના પોષક તત્ત્વો પણ રહેલાં હોય છે.
મેથી, ફૂલગોબી, કોબી, વટાણા, રીંગણ જેવી ઘણી શાકભાજીઓ છે જેની સાથે બટાટા નાખવામાં આવતા હોઈ છે. બટેટા જેટલા ટેસ્ટી છે તેટલું શરીરને નુકશાન કરે છે અને નીતનવી બીમારીને પણ આમન્ત્રણ આપે છે. આપણા ગુજરાતમાં લગભગ દરરોજ બટેટા તો કોઈપણ શક સાથે મિક્સ કરવામાં આવે છે.. અને નાનપણથી જ ખાવામાં આવતા બટાટા વિશે તમને ખબર પડે કે તે શરીર ને નુકશાન કરે છે તો તમે શું પ્રતિક્રિયા આપશો.
દરેક દિવસે કોઈ ને કોઈ રૂપમાં ખાવામાં આવતા બટાટા આપણને નુકશાન પહુચાડી શકે છે. આ સાંભળીને તમે એકવાર માં તો વિશ્વાસ કરશો જ નહી. પરંતુ જયારે તમે આ લેખને વાંચશો ત્યારે તમે આજથી જ બટાટા ખાવાનું ઓછું કરી દેશો. અહી અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આખરે બટાટા આપણા શરીર ને કઈ રીતે નુકશાન પહુચાડે છે.
બટાટા આપણા શરીર નું વજન વધારવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમે બટાટા ને જેટલા તેલમાં ડુબાવીને ખાશો એટલા જ તે મોટાપણું વધારે છે એટલે કે બટાકાનું સેવન કરવાથી વજન વધે છે. જી હા, બટાટા માં રહેલા ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ શરીને ફૂલાવે છે.
બટાટા માં સારી માત્રામાં ફાઈબર અને વિટામીન સી પણ હોઈ છે. તે પણ તમારા શરીર ને ભારી બનાવવા માં મદદ કરે છે. એટલા માટે વજન ઓછું કરવા વાળા લોકોના ડાઈટ માં કાર્બોહાઈડ્રેટ ફૂડ ઓછું આપવામાં આવે છે. જેમાં સૌથી પહેલો નંબર બટાટા ને આપવામાં આવે છે.
ગઠીયા ના દર્દીઓ ને બટાટા ખાવા ની સલાહ આપવામાં આવતી નથી કેમકે બટાટા માં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ ગઠીયા ના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક સાબિત થાય છે. તે તેના વજનને વધારી ગઠીયા નું દર્દ ખુબ જ વધારી દે છે.
એટલા માટે ગઠીયા થી પીડિત વ્યક્તિ બટાટા ના ખાય તો સારું પડે અને જો ખાવા જ હોઈ તો ઓછા તેલ વાળા બટાટા ખાવા જોઈએ. કેમકે વધુ તળેલા અને બાફેલા બટાટા વધુ હાનીકારક બને છે. બટાટા નું વધુ માત્રામાં અને વધુ સમય સુધી સેવન આપણા શરીર માટે ગ્લૂકોજ ની માત્રાને વધારી દે છે. એટલા માટે ડાયાબીટીસ ના દર્દીઓ માટે હદય પર તે જલ્દી અસર કરે છે.
કેમકે બટાટા વજન વધારવા નું કામ કરે છે એટલા માટે ડાયાબીટીસ ના લોકોને તે ઓછું ખાવું જોઈએ. એક સંશોધન મુજબ જો કોઈ મહિલા વધુ ફ્રેંચ ફ્રાઈસ અને બાફેલા બટાટા નું સેવન કરતી હોઈ તો બાકી લોકો ના મુકાબલામાં ટાઈપ 2 ડાયાબીટીસ થવાનો ખતરો રહે છે.
એક સંશોધન મુજબ જો કોઈ વ્યક્તિ અઠવાડિયા માં ચાર અથવા તેનાથી વધુ તળેલું અથવા બાફેલું બટાટા ખાતા હોઈ છે તો બીજા બધાનાના મુકાબલામાં તેને ચોક્કસ બ્લડ પ્રેશર થવાનો ખતરો બની રહે છે. એટલા માટે તેનું સેવન કંટ્રોલમાં કરવું જોઈએ.