સમાગમ એ પ્રક્રિયા છે જેના દ્વારા નર અને માદા પ્રજનન કરે છે. ઘણા પ્રાણીઓ તેમના શરીર અને વાતાવરણ અનુસાર અલગ-અલગ સમયે સંવનન કરે છે અને દરેકની અલગ-અલગ પદ્ધતિઓ હોય છે, તો આજે આપણે કૂતરા વિશે વાત કરીશું કે તેઓ કેમ ચીપકી જતા હોય છે, તેનું કારણ શું છે, માદા કૂતરાને શું નુકસાન કરે છે?
શ્રાવણ અને ભાદરવ મહિનામાં કૂતરાઓની સંવનન પ્રક્રિયા શરૂ થાય છે અને આ પ્રક્રિયા પછી 55-65 દિવસ પછી એટલે કે લગભગ 2 મહિના પછી બચ્ચાંનો જન્મ થાય છે. તેમનો આ ચિપકવાનો સમય 10-15 મિનિટ પૂરતો જ છે, પરંતુ ઘણી વાર..
આપણા સમાજનો એ ગંદો નિયમ છે કે જ્યારે બે કૂતરા આવી ચિપકેલી હાલતમાં જોવા મળે છે ત્યારે લાકડી કે પથ્થર વડે તેમને અલગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જો તેમને આ રીતે જબરદસ્તીથી અલગ કરવામાં આવે તો નરઅને માદા કૂતરાને શું નુકસાન થાય છે. આ જાણીને તમને પણ દુઃખ થશે.. તો ચાલો જાણીએ વિસ્તારથી..
જયારે કુતરાઓ ચિપકવાની સ્થિતિમાં હોય તો જો આપણે તેમને અલગ કરીએ તો તે સ્ત્રી અને પુરુષ બંનેના અંગત અંગોને નુકસાન પહોંચાડે છે, સૌ પ્રથમ તો ચાલો જાણીએ કે તેઓ બંને કેવી રીતે ચોંટી જાય છે. જયારે તેઓ સમાગમ કરે છે ત્યારે નર કૂતરા પાસે “બલ્બસ ગ્રંથિ” નામની સ્નાયુબદ્ધ ગ્રંથિ છે જે તેના પ્રાઇવેટ પાર્ટ પર ફૂલી જાય છે. જેના કારણે કૂતરાના ગુપ્તાંગ અચાનક આગળથી થોડા જાડા થઈ જાય છે.
આ ભાગની જાડાઈને કારણે તે માદા કૂતરાના સ્નાયુઓમાંથી સહેલાઈથી બહાર આવી શકતી નથી અને બીજી તરફ સમાગમ પછી માદા કૂતરાના આંતરિક સ્નાયુઓ પણ થોડા સંકોચાઈ જાય છે અને પુરુષની ‘બલ્બસ ગ્રંથિ’ જકડાઈ જાય છે. તેથી સમસ્યા એ છે કે સમાગમ પછી નર કૂતરાની “બલ્બસ ગ્રંથિ” ફૂલી જાય છે અને તે જ સમયે માદા કૂતરાના આંતરિક સ્નાયુઓ પણ સંકોચાય છે અને “બલ્બસ ગ્રંથિ” ને પકડી લે છે.
સામાન્ય રીતે, 10-15 મિનિટ પછી “બલ્બસ ગ્રંથિ” તેના મૂળ કદમાં પાછી સંકોચાઈ જાય છે અને માદા કૂતરાના આંતરિક સ્નાયુઓ પણ સામાન્ય થઈ જાય છે, તેથી બંને અલગ થઈ જશે, પરંતુ જો બન્ને જ્યારે ચિપકેલા હોય ત્યારે જો તેમને અલગ પાડવામાં આવે તો માદા કૂતરાના આંતરિક સ્નાયુ ખૂબ જ ખેંચાય જતા હોય છે અને જો આ સ્નાયુ ખૂબ ખેંચાય છે તો તે ક્યારેય માદા કૂતરુ માઁ બની શકતું નથી..
તેથી, યાદ રાખો કે જ્યારે પણ તમે કૂતરાઓને આ સ્થિતિમાં જોશો, ત્યારે તેમને બળપૂર્વક છોડવાનો પ્રયાસ કરશો નહીં, તેઓ 5-10 મિનિટમાં તેમની જાતે જ મુક્ત થઈ જશે, અને તેમને છોડવા કરતાં તેઓને થોડી વાર અવગણવું વધુ સારું છે. દરેક વ્યક્તિને તેમની જાતિને આગળ વધારવાનો અધિકાર છે. તમે જાણતા જ હશો કે એક માણસ પોતાની જાતિની ઉન્નતિ માટે, ગર્ભમાં છોકરીની હત્યાથી લઈને પુરુષ બાળક મેળવવા સુધીના કેટલાં પાપ કરે છે તે તમે બધા જાણો જ છો..