લગભગ બધાજ લોકો ના ઘરમાં સુવા માટે બેડ અથવા પલંગ હોય જ છે. ફેંગશુઈ શાસ્ત્ર મુજબ જો ઘર નો બેડ તેની યોગ્ય દિશા માં રાખવામા આવે નહીં તો ખુબજ અશુભ માનવમાં છે. શું તમને ખબર છે કે ઘર ના બેડ સાથે કેટલાક શુભ અને અશુભ પ્રભાવો જોડાયેલા હોય છે.
ફેંગશુઈ શાસ્ત્ર માં જણાવવા માં આવ્યું છે કે ઘરમાં કેવી રીતે અને કઈ દિશા માં પલંગ ને રાખવો જોઈએ, જેની આપણે જાણ હોતી નથી અને આપણે ઘરમાં ગમે ત્યાં પલંગ ને રાખી દેતા હોય છે. આજે અમે તમને જણાવવા ના છે કે પલંગ ને કઈ દિશા માં રાખવો જોઈએ, જેથી તમારા ઘરમાં આવતી બરકત અટકાઈ નહીં.
એટલુ જ નહીં આજે અમે તમને આ લેખ દ્વારા અમુક વસ્તુ વિષે જણાવવા ના છે જે બેડ અથવા પલંગ ની નીચે ક્યારેય રાખવી જોઈએ નહીં. તો ચાલો જાણીએ. એવું કહેવામા આવે છે કે જો બેડરૂમ માં પલંગ ને ખોટી દિશામાં રાખવામા આવે તો આપણાં ઘરમાં લક્ષ્મીજી નો વાશ રહેતો નથી.
ફેંગશુઈ અનુસાર કોઈ પણ ઘરમાં બેડરૂમ માં પલંગ રાખતી વખતે વાસ્તુ શાસ્ત્ર પર ધ્યાન આપવું જોઈએ. અણે પલંગ ના આગળ ના ભાગ ને સાઉથ-ઇસ્ટ અથવા પછી સાઉથ-વેસ્ટ ની દીવાલ તરફ જ રાખવો જોઈએ. આ બંને દિશા સિવાય બીજી કોઈ દિશામાં જો પલંગ ને રાખવામાં આવે તો તે શુભ માનવામાં આવતું નથી. એટલા માટે પલંગ ને એની શુભ દિશામાં જ રાખવો જોઈએ.
અમુક વાર આપણું ઘર નાનું હોવાના કારણે ઘરમાં સમાન રહેતો નથી તેથી આપણે તેને બેડરૂમ માં બેડ ની નીચે રાખી દેતાં હોય છે. પરંતુ બેડ નિ નીચે સમાન રાખતા પહેલા એકવાર વિચારવું જોઈએ કે તે સમાન ત્યાં રાખવાથી આપણી સાથે કઈ અશુભ તો નહીં થાય ને. સૌથી પહેલા તો બેડ ની નીચે લોઢાં ની વસ્તુ રાખવી જોઈએ નહીં.
આ ઉપરાંત બેડ નીચે પ્લાસ્ટિક થી બનેલી કોઈ પણ વસ્તુ અથવા પછી સાવરણી ને ન રાખવી. કારણકે આ પ્રકારની વસ્તુ સુતા સમયે આપણા મન અને મસ્તિષ્ક પર પ્રભાવ નાખે છે. આ વસ્તુ સિવાય પલંગ ની નીચે કોઈ પણ પ્રકાર ની ગંદકી પણ ન થવા દેવી જોઈએ નહીં.