સુરતમાં વહેલી સવારે ચાલુ બાઈક પરથી પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને અડફેટે લઇ કારચાલક ફરાર, હિટ એન્ડ રનમાં મોત, પાંચ વર્ષ પહેલા

સુરતમાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાંડેસરામાં ચાલુ બાઈકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને કારે અડફેટે આવી જતા મોતને ભેટી હતી. દિવાળી વેકેશનના ખુશીના માહોલમાં વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા માટે જઈ રહ્યો હતો.

5 વર્ષના પ્રેમલગ્નમાં ફરવાની ખુશી માતમમાં ફેરવાતાં વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આજે વહેલી સવારે બનેલી આ દુઃખદ ઘટના બાદ સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

બિપિન શ્રીવાસ્તવ (નાના ભાઈ)એ જણાવ્યું હતું કે ભાઈ વિમલ અલથાણ આનંદ હોમ્સમાં જ રહે છે. મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ પણ કરે છે. ભાભી સોનલ સાથે પ્રેમલગ્ન કર્યાં એને 5 વર્ષ જ થયાં હતાં. હજુ સુધી કોઈ બાળક ન હતું.

અમને આજે સવારે ફોન આવ્યો કે ભાઈ-ભાભીનો પાંડેસરામાં અકસ્માત થયો છે. ઝડપથી સિવિલમાં આવો, અહીં આવ્યા તો ભાભીનો મૃતદેહ જોવા મળ્યો, અને ત્યારથી જ આખો પરિવાર શોકમાં છે.

વિમલે જણાવ્યું હતું કે ઘરેથી નીકળ્યાને કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, એટલે એને લેવા સોનલ ગઈ હતી. બસ, પલક ઝબકતાં જ કોઈ ફોર-વ્હીલ પાછળથી સોનલને અડફેટે લઈ હવામાં ફંગોળી નાસી ગયો હતો.

નજરે જોયેલી ઘટના પછી પણ આખો ને વિશ્વાસ થતો નહોતો. સોનલ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં જ પડેલી હતી. તેને સારવાર માટે સિવિલ લઈ આવતાં ત્યાં મૃત જાહેર કરાઈ હતી. આ સાંભળી જાણે હૃદય બંધ જ થઇ ગયું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer