હિંદુ ધર્મમાં હિંદુ ધર્મમાં સંધ્યોપાસન ના ૫ પ્રકાર છે. ૧. સંધ્યાવદન, ૨. પ્રાર્થના, ૩. ધ્યાન, ૪. કીર્તન અને ૫. પૂજા-આરતી. આજે અમે જણાવીશું પૂજા અને આરતી વિશે વિસ્તારથી.. પૂજા:- કોઈ પણ દેવી કે દેવતાની મંત્રી કે તસવીરની સામે આપણે પૂજા કરીએ છીએ.
પૂજા કર્યા પછી છેલ્લે આરતી થાય છે. પૂજા કરવામાં અને પ્રસાદ આપવાના વાસણમાં મન માન્યા રીત રીવાજો વિકસિત થયા છે. પરંતુ વ્યક્તિઓ એ પુજાના પરમ્પરાગત અને શાસ્ત્ર સંમત રીત રીવાજો જ અપનાવવા જોઈએ.
આરતી: આરતીને ‘આરાત્રિક’ અથવા ‘નીરાજન’ પણ કહેવામાં આવે છે. આરાધ્યના પૂજનમાં કોઈ પણ તૃટી અથવા કમી રહી જાય તો તેની પુરતી આરતી દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે ૫ વાટો વાળા દીપક થી આરતી કરવામાં આવે છે.
જેને પંચદ્વીપ કહેવામાં આવે છે. તે ઉપરાંત ૧. ૭ અથવા વિશમ સંખ્યામાં વધારે દીપક પ્રગટાવીને પણ આરતી કરી શકાય છે. गृहे लिंगद्वयं नाच्यं गणेशत्रितयं तथा। शंखद्वयं तथा सूर्यो नार्च्यो शक्तित्रयं तथा॥ द्वे चक्रे द्वारकायास्तु शालग्राम शिलाद्वयम्। तेषां तु पुजनेनैव उद्वेगं प्राप्नुयाद् गृही॥
અર્થ: ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશ, બે શંખ, બે સૂર્ય, ત્રણ દુર્ગા મૂર્તિ, બે ગોમતી ચક્ર અને બે શાલીગ્રામની પૂજા કરવાથી ગૃહસ્થ મનુષ્યને અશાંતિ થાય છે. પૂજા અને આરતીનો લાભ : આરતી દ્વારા વ્યક્તિની ભાવનાઓ તો પવિત્ર થાય જ છે,
સાથે જ આરતીના દીવા માં વપરાતું ગાય નું ઘી તેમજ આરતીના સમયે વાગતો શંખ વાતાવરણ ને કીટાણુંઓ નિર્મિત બનાવી દે છે. ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’ અનુસાર જે ધૂપ, આરતી ને જુએ છે. તે પોતાની ઘણી બધી પેઢીઓ નો ઉદ્ધાર કરે છે.
કપૂરનો દીપક, અગરબત્તી સળગાવવી વાયુ શોધન માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. ગંદા ઘરની સફાઈ માટે કપૂર અને ગંધક નો ધુમાડો કરવો વૈજ્ઞાનિક પ્રણાલી છે. પોષ્ટિક અને સુગંધિત વસ્તુઓ પ્રગટાવવી એ બે ગણું કામ કરે છે.
વાયુ ની ગરમી અને ઝેરીલા તત્વોનો નાશ કરે છે. અને ઓક્સીઝ્ન વાયુ માં રહેતા સુક્ષ્મ તત્વો ઓઝોન નું પણ સંમિશ્રણ કરે છે, જે રક્ત શુદ્ધિ માટે ખુબજ ફાયદા કારક છે અને મસ્તીષ્કને ઠંડક પ્રદાન કરે છે. શંખ નો અવાજ અને ઘંટ એ પૂજા ના પ્રધાન અંગો છે.
કોઈ પણ દેવતાની પૂજા શંખ અને ઘડિયાળ વગાડ્યા વીના નથી થતી. ૧૯૨૮ માં બર્લિન યુનિવર્સીટી ના શંખ ધ્વનીનું અનુસંધાન કરીને એ સિદ્ધ કર્યું છે કે…
શંખ દ્વાનીના શબ્દ લહેરો બેક્ટેરિયા નામના સંક્રામક રોગ, કીટાણુંને મારવા માં ઉત્તમ અને સસ્તી ઔષધી છે. પ્રતિ સેકંડ ૨૭ ઘનફૂટ વાયુ શક્તિ ના જોર થી વગાડવામાં આવેલ શંખ ૧૨૦૦ ફૂટ દુર સુધીના બેક્ટેરિયા અને જંતુઓ ને મારી નાખે છે.
અને ૨૬૦૦ ફૂટ સુધી ના જંતુઓ આ ધ્વનિના કારણે મૂર્છિત તહી જાય છે. બેક્ટેરિયા ઉપરાંત તાવ, અને પેટના કીડા પણ અમુક હદ સુધી નાશ પામે છે. ધ્વની વિસ્તારક સ્થાનની આસપાસ બધું જ નીર્જન્તું થઇ જાય છે.
મૃગી, મૂર્છા, કંઠમાયા અને કોઢ ના રોગીઓ ની અંદર શંખ ધ્વનીની જે પ્રતિક્રિયા થાય છે એ રોગનાશક હોય છે. શિકાગો મેયો હોસ્પિટલ ના પ્રખ્યાત ડોક્ટર ડી. બ્રાઈ એ ૧૩ બધીર લોકોની શ્રાવણ શક્તિ શંખ ધ્વનિના કારણે સારી કરી છે.