શિવપુરાણમાં બીલીપત્રના જડ મૂળમાં બધા તીર્થસ્થાન રાખવામાં આવેલા છે. તેથી બીલીપત્રની પૂજાને શિવ ઉપાસના માં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શિવપુરાણમાં બીલીપત્રને પૂજવાની પાછળ માત્ર ધાર્મિક કારણ જ નથી,
પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે આવો જાણીએ બિલીના ધાર્મિક તેમજ આયુર્વેદિક ગુણ વિશે. સાથે જ કેવી રીતે શિવજીને બીલીપત્ર ચઢાવવા જોઈએ એના વિશે.
તો ચાલો જાણીએ શિવજી ને કઈ રીતે બીલીપત્ર ચડાવવા જોઈ એની પૂરી રીત…. શિવને આમ તો ત્રણ પાંદડા વાળા બીલીપત્ર ચઢાવવાથી ન કેવલ પાપનો નાશ કરે છે પરંતુ પાપ નાશ થવાથી ઘરમાં ધનલક્ષ્મી આવે છે,
જે બધા કામ અને મનોરથને સિદ્ધ કરી દે છે. બીલીપત્ર આ પ્રમાણે ચડાવો સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરીને શિવાલયમાં જઈને શિવજી પર પાણી અથવા દૂધની ધારા સમર્પિત કરવી.
પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત પછી ત્રણ પાંદ વાળા ૧૧,૨૧,૫૧ અથવા શ્રદ્ધાનુસાર વધારેમાં વધારે બીલીપત્ર શિવલિંગ પર એક મંત્ર બોલીને ચડાવવું, જે આ મંત્ર છે…
दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् । अघोरपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ।। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्। त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।
પૂજા, નૈવેદય તેમજ બીલીપત્ર અર્પણ કરીને પછી શિવજીના મંત્ર જાપ કરવા અને સ્તુતિ કરીને પછી શિવજી ની આરતી કરવી જોઈએ. છેલ્લે શિવ પાસેથી સુખદ અને નીરોગી જીવનની કોઈ પણ માનો કામના કરવી.
જે શિવજી ચોક્કસ પૂર્ણ કરશે. બીલીપત્ર ચડાવવા માટે ૬ મહિના સુધી વાસી ચડાવવામાં નથી આવતા. આને એક વાર શીવલિંગ પર ચઢાવ્યા પછી ઘોઈને ફરીથી ચઢાવી શકાય છે.
ઘણી જગ્યા પર શિવાલયોમાં બીલીપત્ર ઉપલબ્ધ ન હોવાને કારણે એના ચૂર્ણને ચઢાવવાનું વિધાન હોય છે. એટલે પુજારી ત્યાં બીલીપત્રના ચૂર્ણ ને પણ ચડાવવાનું કહે છે.