ભગવાન શિવે આ વાતથી ગુસ્સે થઇ કાપી નાખ્યું હતું બ્રહ્માજીનું મસ્તક,  જાણો આ પ્રચલિત કથા…

શિવજીને ઘણી બધી વસ્તુઓ નથી ચડવામાં આવતી જેમ કે લાલ ફૂલ શિવજીને નથી ચડતા, ભગવાન શિવને હંમેશા સફેદ ફૂલ ચડવામાં આવે છે. પરંતુ કેતકીનું ફૂલ સફેદ હોવા છતાં શિવજીને નથી ચડતું. એવું માનવામાં આવે છે કે જો ભૂલથી પણ ભગવાન શિવ પર કેતકીનું ફૂલ ચડવામાં આવે તો તેનું ખરાબ પરિણામ મળે છે.

અને જે વ્યક્તિ આ ફૂલ શિવલિંગ પર ચડાવે તેની સાથે અનર્થ થાય છે. અને સાથે સાથે તેના ઘરમાં દુખ અને દર્દ નો વાસ થાય છે. કેતકીના ફૂલને શિવલિંગ પર ના ચડવા પાછળ પણ એક કથા છે, ચાલો જાણીએ તે કથા વિશે.

એકવાર બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થઇ ગયો, અને વિવાદ નું મુખ્ય કારણ હતું કે બંને માંથી સર્વ શ્રેષ્ઠ કોણ છે? બંને પોતાને શ્રેષ્ઠ બતાવી રહ્યા હતા. અને બીજી બાજુ બ્રહ્માજી પોતાને પૃથ્વીના રચનાકાર હોવાના લીધે પોતાને શ્રેષ્ઠ માનતા હતા.

અને એક બાજુ આખી સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ જણાવી રહ્યા હતા. ખુબજ લાંબા સમય સુધી બંનેની વચ્ચે આ બાબતને લઈને વિવાદ ચાલતો રહ્યો, પરંતુ તેમનો છેલ્લે કોઈ નિષ્કર્ષ ના મળ્યો બંને માંથી કોઈ પણ સામે વાળાને પોતાનાથી શ્રેષ્ઠ માનવા તૈયાર ના હતા.

વિવાદ આમ જ વધતો જોઈ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. અને શિવલિંગનું રૂપ ધારણ કર્યું. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ નક્કી કર્યું કે બંને વિરુદ્ધ દિશમાં જૈયે અને આ શિવલિંગનો છેડો શોધીએ. જે પહેલા પોહચી જશે ટે સૌથી શ્રેષ્ઠ કહેવાશે.

બંને તરત જ શિવલિંગ ની શોધમાં નીકળી ગયા અને ખુબજ પ્રયત્ન કરવા છતાં ભગવાન વિષ્ણુ શિવલિંગ ના શોધી શક્યા અને તે પરત આવી ગયા, અને બીજી બાજુ બ્રહ્માજી પણ નિષ્ફળ થયા અને પરત ફર્યા. જયારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સમ સામે આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે મેં ખુબજ પ્રયાસ કર્યો તેમ છતાં શિવલિંગ નો છેડો ના મળ્યો.

આ સાંભળીને બ્રહ્માજીના મનમાં વિચાર આવ્યો અને તે ભગવાન વિષ્ણુ સામે ખોટું બોલ્યા કે તેમને શિવલિંગનો છેડો મળી ગયો હતો, અને કેતકીનું વૃક્ષ તેનું સાક્ષી છે જો વિશ્વાસ ના થતો હોય તો કેતકીના વૃક્ષને જ પૂછી લ્યો.

આ સાંભળીને કેતકીના વૃક્ષે પણ બ્રહ્માજીના પક્ષમાં ખોટી સાક્ષી આપી દીધી. આ સમ્ભ્લ્તાજ ભગવાન શિવ પોતાના મૂળ રૂપમાં આવી ગયા. અને ક્રોધના કારણે તેમણે બ્રહ્માજીનું માથું કાપી નાખ્યું.

સાથેજ કેતકીના વૃક્ષને શ્રાપ પણ આપ્યો કે તેના વૃક્ષમાંથી ઉત્પન્ન થતા ફૂલ ક્યારેય શિવલિંગ પર નહિ ચડે. અને તેમ છતાં જો કોઈ આ ફૂલ ચડાવશે તો તેને તેનું પરિણામ ભોગવવું પડશે. અને તેની જવાબદારી તેણી ખુદની જ રહેશે. અને સાથેજ તેના દરેક પુણ્ય પણ સમાપ્ત થઇ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer