આ છે ભગવાન રામના વંશનું વર્ણન, જે પ્રત્યેક હિંદુ એ જાણવું જોઈએ.

પુરાણો ની અનુસાર પ્રાચીન ભારત ના સુર્યવંશ જેમાં વૈવસ્વત મનુ થયા, એ વંશ માં ભગવાન શ્રી રામ થયા હતા. સુર્યવંશ માં રાજા દિલીપ થયા. રાજા દિલીપ મોટા જ પ્રતાપી હતા. રાજા દિલીપ ને પુત્ર રઘુ થયા. ભગવાન શ્રી રામ ના કુળ આ રાજા રઘુ ના નામ થી ઓળખવામાં આવ્યા છે. રાજા રઘુ ના પુત્ર અજ હતા.

સુર્યવંશ ના રાજા અજ ના પુત્ર મહાન પ્રતાપી રાજા દશરથ થયા. પુરાણો ની અનુસાર રાજા દશરથ ને ત્રણ રાણીઓ હતી. રાજા દશરથ ના ચાર પુત્ર હતા. એ બધા નામ : રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા. રાજા રામ ને એક આદર્શ રાજા માનવામાં આવ્યા છે. ભગવાન રામ ની ગણના ભગવાન વિષ્ણુ ના સાતમાં અવતાર માં થાય છે.

ભગવાન રામ ની પત્ની નું નામ સીતા છે અને એના બે સંતા છે, જેનું નામ લવ અને કુશ હતું. રાજા રામ એ રાવણ નું વધ કર્યું હતું. શ્રી રામ નો પ્રભાવ જયારે મહર્ષિ વાલ્મીકી એ નારદજી ના મોઢાથી સાંભળ્યો તો એમણે શ્રી રામ ના પ્રભાવ નું વર્ણન કરવા વાળી મહાગાથા રામાયણ ની રચના કરી નાખી હતી.

શ્રી રામ ના બે પુત્ર ને લવ અને કુશ ને મહર્ષિ વાલ્મીકી એ જ શસ્ત્ર અને શાસ્ત્ર બંને નું જ્ઞાન આપ્યું હતું. ભગવાન શ્રી રામ એ એમના પુત્ર કુશ ને ઉત્તર કૌશલ દેશ નું શાશન આપ્યું હતું ક્યારે લવ ને દક્ષીણ કૌશલ નું શાશન આપવામાં આવ્યું. કુશ ના રાજ્ય ની રાજધાની કુશસ્થળી હતી, અને લવ ના રાજ્ય ની રાજધાની લવપૂરી હતી, જે વર્તમાન સમય માં લાહોર ના નામ થી ઓળખવામાં આવે છે.

શ્રી રામ ના ભાઈ ભરત ના પણ બે પુત્ર હતા. એનું નામ તાર્ક્ષ અને પુષ્કર હતું. લક્ષ્મણજી ના બે પુત્રો નું નામ અંગદ અને ચન્દ્રકેતુ હતું. શ્રી રામના સૌથી નાના ભાઈ ના બે પુત્રો ના નામ સુબાહુ અને શુરસેન હતું. શ્રી રામ એ ભરત ના પુત્ર તાર્ક્ષ ને તક્ષશિલા ના રાજા બનાવ્યા હતા અને પુષ્કર ને પુષ્કરાવતી નગરી ના રાજા બનાવ્યા હતા, જે વર્તમાન સમય માં પેશાવર નામ થી ઓળખાય છે.

શ્રી રામ ના પ્રિય ભાઈ લક્ષ્મણ ના પુત્ર ને હિમાચલ પ્રદેશ માં રાજ્ય પ્રાપ્ત થયું હતું અને શત્રુઘ્ન ના બે પુત્રો ને વિદિશા અને મથુરા માં શાશન પ્રાપ્ત થયું હતું. ભગવાન શ્રી રામ ના સ્વધામ ગયા પછી અયોધ્યા પર કુશ નું શાશન થયું. કુશ ને પુત્ર અતિથી થયો અને અતિથી ના પુત્ર નીષધ થયા. રાજા નીષધ ના પુત્ર નું નામ નલ હતું. નળ થી નભ અને નભ થી પુંડરીક થયા હતા. પુંડરીક થી સુધન્વા થી દેવાનીક થયા.

રાજા દેવનીક ને પુત્ર અહિનાશ્વ થયા અને અહિનાશ્વ ને પુત્ર સહ્સ્ત્રાશ્વ થયા. રાજા સહ્સ્ત્રાશ્વ ને પુત્ર ચંદ્રલોક અને ચંદ્રલોક ને પુત્ર તારાપીડ થયા. તારાપીડ ને પુત્ર ચન્દ્ર્ગીરી અને ચન્દ્રગીરી થી ભાનુરથ નો જન્મ થયો. ભાનુરથ ના પુત્ર શ્રુતાયુ નામ થી પ્રસિદ્ધ થયો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer