ભગવાન રામની જળ સમાધી પછી હનુમાનજી નું શું થયું હતું??

ભગવાન રામ નું નિજધામ પ્રસ્થાન

અશ્વિન પૂર્ણિમા ના દિવસે મર્યાદા પુરુષોતમ રામ એ અયોધ્યા થી સટે ફૈજાબાદ શહેર ના સરયુ કિનારે જળ સમાધિ લઈને મહાપ્રયાણ કર્યું. શ્રી રામ એ બધાની ઉપસ્થિતિ માં બ્રહ્મ મૂહર્ત માં સરયુ નદી બાજુ પ્રયાણ કર્યું. જયારે શ્રી રામ જળ સમાધિ લઇ રહ્યા હતા ત્યારે એના પરિવાર ના સદસ્ય ભરત, શત્રુઘ્ન, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ સહીત હનુમાન, સુગ્રીવ વગેરે ઘણા મહાન આત્માઓ મૌજુદ હતા.

ગરુડ પુરાણ અનુસાર,

‘અતો રોચનનામાસૌ મરૂદંશ: પ્રકીર્તિત : રામાવતારે હનુમાન્રામકાર્યાર્થસાધક:’ અર્થાત જયારે દેવાધિદેવ રામચંદ્ર અવતરિત થયા ત્યારે એના પ્રતિનિધિ મરુતઅર્થાત વાયુદેવ એની સેવા અને શુશ્રુષા ના હેતુ એની સાથે અવતરિત થયા જેને બધા હનુમાન ના નામ થી ઓળખે છે.

રામાયણ ના બાલકાંડ અનુસાર,

‘विष्णोः सहायान् बलिनः सृजध्वम्’ અર્થાત ભગવાન વિષ્ણુ ના સહાયતા હેતુ બધા દેવો એ અનેક વાનર, ભાલુ અને વિવિધ પ્રાણીઓ ના રૂપ માં જન્મ લીધો.’તેથી જયારે પ્રભુ રામ સ્વયં જ એમના ધામ ફરીથી જતા રહ્યા ત્યારે બધા વાનરો નું આ મૃત્યુલોક માં કાર્ય સમાપ્ત થઇ ગયું હતું. એવા માં સવાલ એ ઉઠે છે કે ત્યારે હનુમાનજી ક્યાં જતા રહ્યા અથવા એનું શું થયું?

કહેવાય છે શ્રી રામ ના એમના નિજધામ પ્રસ્થાન કર્યા પછી હનુમાનજી અને અન્ય વાનર કિંપુરુષ નામના દેશ ને પ્રસ્થાન કરી ગયા. તે મયાસુર દ્વારા નિર્મિત દ્વિવિધ નામના વિમાન માં બેસીને કિંપુરુષ નામના લોક માં પ્રસ્થાન કરી ગયા. કિંપુરુષ લોક સ્વર્ગ લોક ના સમકક્ષ છે, આ કિન્નર, વાનર, યક્ષ, યજ્ઞભુજ, વગેરે જીવો નું નિવાસ સ્થાન છે. ત્યાં ભૂમિ ની ઉપર અને ભૂમિ ની નીચે મહાકાય શહેરો નું નિર્માણ કરવામાં આવ્યું છે. યોધેય, ઈશ્વાસ, પ્રહ્રતું, વગેરે વાનરો ની સાથે હનુમાનજી આ લોક માં પ્રભુ રામ ની ભક્તિ કીર્તન અને પૂજા માં લીન રહે છે.

શાસ્ત્ર નું પ્રમાણ

श्रीशुक उवाच। किम्पुरुषे वर्षे भगवन्तमादिपुरुषं लक्ष्मणाग्रजं सीताभिरामं रामं तच्चरण सन्निकर्षाभिरतः परमभागवतो हनुमान्सह किम्पुरुषैरविरतभक्तिरुपास्ते॥ – શ્રીમદભાગવત

શ્રીલ શુકદેવ ગોસ્વામીજી એ કહ્યું, “ હે રાજન, કિંપુરુષ લોક માં ભક્તો માં શ્રેષ્ઠ હનુમાન એ લોક ના અન્ય નિવાસીઓ ની સાથે પ્રભુ રામ જે લક્ષ્મણ ના મોટા ભાઈ અને સીતા ના પતિ છે, એની સેવા માં હંમેશા મગ્ન રહે છે.”

आर्ष्टिषेणेन सह गन्धर्वैरनुगीयमानां परमकल्याणीं भर्तृभगवत्कथां समुपशृणोति स्वयं चेदं गायति ॥- શ્રીમદભાગવત

ત્યાં ગંધર્વો નો સમૂહ હંમેશા રામચંદ્ર ના ગુણો નું ગાન કરતા રહે છે. તે ગાન અત્યંત શુભ અને મનમોહક હોય છે.હનુમાનજી અને આષ્ટ્રીષેણ જે કિંપુરુષ લોક ના પ્રમુખ છે તે એ સ્તુતિગાનો ને હંમેશા સાંભળતા રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer