શું તમે જાણો છો ભગવાન રામની સેનામાં કોણ કયા પદ પર હતું, જાણીને રહી જશો દંગ..

પ્રભુ શ્રી રામ જયારે સીતા માતા ની શોધ કરતા કર્નાટક ના હમ્પી જીલ્લા બેલ્લારી સ્થિત ઋષ્યમુક પર્વત પહોંચ્યા તો ત્યાં એની મુલાકાત હનુમાનજી અને સુગરીજી સાથે થઇ. એ કાળ માં આ વિસ્તાર ને કિષ્કિંધા કહેવામાં આવતો હતો.

અહિયાં પર હનુમાનજી ના ગુરુ મતંગ ઋષિ નો આશ્રમ હતો. હનુમાન અને સુગરી સાથે મળ્યા પછી શ્રી રામ એ વાનર સેના નું ગઠન કર્યું અને લંકા બાજુ જવા લાગ્યા. તમિલનાડુ ની એક લાંબી તટરેખા છે, જે લગભગ ૧૦૦૦ કિમી સુધી વિસ્તારિત છે.

કોડીકરઇ સમુદ્ર તટ વેલાંકની ના દક્ષીણ માં સ્થિત છે, જે પૂર્વ માં બંગાળ ની ખાડી અને દક્ષીણ માં પાલ્ક સ્ટ્રેટ થી ઘેરાયેલું છે. અહિયાં શ્રી રામ ની સેના એ પડાવ નાખ્યો અને શ્રી રામ એ એમની સેના ને કોડીકરઈ માં એકત્રિત કરી વિચાર-વિમર્ષ કર્યા.

સુગ્રીવ – બાલી ના નાના ભાઈ અને રામ સેના ના પ્રમુખ પ્રધાન સેના અધ્યક્ષ. વાનરો ના રાજા ૧૦,૦૦,૦૦૦ થી વધારે સેના ની સાથે યુદ્ધ કરી રહ્યા હતા. હનુમાન – સુગ્રીવ ના મિત્ર અને વાનર યુથ પતિ. પ્રધાન યોદ્ધાઓ માં થી એક. આ રામદૂત પણ છે.

લક્ષ્મણ – દશરથ તથા સુમિત્રા ના પુત્ર, ઉર્મિલા ના પતિ લક્ષ્મણ પ્રધાન યોદ્ધાઓ માં શામિલ હતા. અંગદ- બાલી તથા તારા ના પુત્ર વાનર યુથ પતિ તેમજ પ્રધાન યોદ્ધા. આ રામદૂત પણ હતા. વિભીષણ- રાવણ ના ભાઈ. પ્રમુખ સલાહકાર.

જામવંત- સુગ્રીવ ના મિત્ર રીછ સેના ના સેનાપતિ તેમજ પ્રમુખ સલાહકાર. અગ્નિ પુત્ર જામવંત એક કુશળ યોદ્ધા ની સાથે જ મચાન બાંધવા સેના માટે રહેવા ની ઝુંપડી બનાવવામાં પણ કુશળ હતા. આ રામદૂત પણ છે. નલ-સુગ્રીવ ની સેના ના વાનરવીર.

સુગ્રીવ ના સેના નાયક. સુગ્રીવ સેના માં એન્જીન્યર. સેતુબંધ ની રચના કરી હતી. નીલ- સુગ્રીવ ના સેનાપતિ જેના સ્પર્શ થી પત્થર પાણી પર તરતા હતા, સેતુબંધ ની રચના માં સહયોગ આપ્યો હતો. સુગ્રીવ સેના માં એન્જીન્યર અને સુગ્રીવ ના સેના નાયક. નીલ ની સાથે ૧,૦૦,૦૦૦ થી વધારે વાનર સેના હતી.

દ્વીવીદ- સુગ્રીવ ના મંત્રી અને મૈન્દ ના ભાઈ હતા. આ ખુબ જ બળવાન અને શક્તિશાળી હતા, એમાં દશ હજાર હાથીઓ નું બળ હતું. મહાભારત સભા પર્વત ની અનુસાર કિષ્કિંધા ને પર્વત-ગુહા કહેવામાં આવ્યો છે. અને ત્યાં વાનરરાજ મૈન્દ અને દ્વીવીદ નું નિવાસ સ્થાન કહેવામાં આવ્યું છે. દ્વીવીદ ને ભૌમાસુર ના મિત્ર કહેવામાં આવ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer