શિકાર થી પરિવાર નું પાલન કરતો હતો શિકારી, પરંતુ હરણ ની વાતો એ બદલી નાખ્યું એનું મન અને પછી થયું આવું… એક શિકારી ની કથા પણ શિવરાત્રી ના તહેવાર સાથે જોડાયેલી છે. આ કથા શિવ પુરાણ માં પણ સંકલિત છે. કથા ની અનુસાર પ્રાચીન કાળ માં કોઈ જંગલ માં એક ગુરુદ્રૂહ નામ નો એક શિકારી રહેતો હતો,
જે જંગલી જાનવરો નો શિકાર કરતો તથા એમના પરિવાર નું ભરણપોષણ કરતો હતો. એક વાર શિવરાત્રી ના દિવસે તે શિકાર માટે નીકળ્યો, પર સંયોગવશ પૂરો દિવસ શોધવા છતાં પણ એને કોઈ શીકાર ન મળ્યો. એના બાળકો, પત્ની તેમજ માતા પિતા ને ભુક્યું રહેવું પડ્યું. આ વાત થી તે વંચિત થઇ ગયો,
સુર્યાસ્ત થવા પર તે એક તળાવ ની બાજુમાં ગયો અને ત્યાં એક ઘાટ ના કિનારે એક ઝાડ પર પીવા માટે પાણી લઈને ચઢી ગયો. કારણ કે એને પૂરી ખબર હતી કે કોઈ ન કોઈ જાનવર એમની તરસ મીટાવવા માટે અહિયાં જરૂર આવશે. શિકારી જે ઝાડ પર ચઢ્યો તે બીલીપત્ર નું હતું અને એ ઝાડ ની નીચે શિવલિંગ પણ હતી,
જે સુકા બીલીપત્રો થી ઢંકાય જવાના કારણે દેતાતી ન હતી. રાત ની પહેલી પ્રહર વીતવા પર એક હીરણી ત્યાં પાણી પીવા માટે આવી. શિકારી એ એમના ધનુષ પર બાણ સાધ્યું. એવું કરવામાં એના હાથ ના ધક્કા થી અમુક પાંદ તેમજ પાણી ના અમુક ટીપાં નીચે બનેલા શિવલિંગ પર પડ્યા અને ખબર વગર જ શિકારી ની પહેલા પ્રહાર ની પૂજા થઇ ગઈ.
હિરણી એ જયારે પાંદડા નો ખખડાટ સાંભળ્યો તો ગભરાઈ ને ઉપર જોયું અને શિકારી થી, ગભરાઈ ને બોલી- ‘ મને ન મારો’ શિકારી એ કહ્યું કે તે અને એનો પરિવાર ભૂખ્યો છે તેથી એ એને છોડી શકતો નથી. હિરણી એ વચન આપ્યું કે તે એમના બાળકોને એમના સ્વામી ને આપીને પાછી આવશે.
ત્યારે તે એનો શિકાર કરી લે. શિકારી ને એ વાત નો વિશ્વાસ થઇ રહ્યો ન હતો. એને કહ્યું જે રીતે સત્ય પર જ ધરતી ટકેલી છે, સમુદ્ર મર્યાદા માં રહે છે અને ઝરણાં થી ધોધ પડે છે એમ જ તે પણ સાચું બોલી રહી છે. ક્રૂર હોવા છતાં શિકારી ને એના પર દયા આવી ગઈ અને એને ‘જલ્દી આવવાનું’ કહીને એ હિરણી ને જવા દીધી.
રાત્રી નો અંતિમ પ્રહાર શરુ થતા જ શિકારી એ જોયું કે તે બધા હરણ-હિરણીઓ ને એમના બાળકો સહીત એક સાથે આવતા જોઈ લીધા હતા. એને જોતા જ એને એમના ધનુષ પર બાણ રાખ્યું અને પહેલા ની જેમ જ એના ચોથા પ્રહાર ની પણ શિવ પૂજા સંપન્ન થઇ ગઈ.
તે વિચારવા લાગ્યો ‘ઓહ, આ પશુ ધન્ય છે જે જ્ઞાનહીન થઈને પણ એમના શરીર થી પરોપકાર કરવા માંગે છે પરંતુ હું અનેક પ્રકારના ખરાબ કામ થી મારા પરિવાર નું પાલન કરતો રહ્યો.’ હવે એને એમનું બાણ રોકી લીધું. એવું કરવા પર શિવ એનાથી પ્રસન્ન થઇ અને એને ‘ગુહ’ નામ આપ્યું. જે રામાયણ માં રામ ના મિત્ર થયા.