મહાદેવના હાથમાં ત્રિશુલ કોઈ સામાન્ય શાસ્ત્ર નથી પરંતુ એમાં ઘણી તાકાત છુપાયેલી છે. શું તમે જાણો છો કે ત્રિશુલ તમારા જીવન પર શું અસર નાખી શકે છે, અને એનો પ્રભાવ શું હોય છે. ભગવાન શિવને હંમેશા ત્રિશુલ ધારણ કરેલા જોવા મળે છે.પરંતુ શું તમે જાણો છો, આ ત્રિશુલનું મહત્વ. ભગવાન શિવનું ત્રિશુલ એમની પાછળ ઘણા રહસ્ય છુપાવીને બેસ્યું છે. આ ત્રિશૂલથી પુરા સંસારની ગતિવિધિઓ પર અસર પડી શકે છે. આજે તમને કહીએ છીએ કે ભોલેનાથના આ ત્રિશુલ વિશે અને એના મહિમા વિશે.
એમ તો ત્રિશુલ હિંદુ માન્યતા ની અનુસાર ઘણા દેવી દેવતા ત્રિશુલ ધારણ કરે છે, પરંતુ જયારે આ ભગવાન શિવ ધારણ કરે છે ત્યારે એનું મહત્વ અલગ હોય છે. એવું કહેવામાં આવે છે કે જયારે ભગવાન શિવ પહેલી વાર આ ધરતી પર પ્રકટ થયા ત્યારે એની સાથે રજ, તમ અને સત ગુણ નો પણ જન્મ થયો હતો.
મહાદેવનું ત્રિશુલ પ્રકૃતિના ત્રણ પ્રારૂપ છે.- આવિષ્કાર, રખરખાવ અને તબાહી ને પણ દર્શાવે છે. ત્રણ કાળ : ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પણ આ ત્રિશુલની અંદર સમાવેશ થાય છે. માત્ર આ જ નહિ પરંતુ ત્રીમુર્તિમ પણ છે. – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નું પણ રૂપ ત્રીશુલમાં જોવા મળે છે. માન્યતા તો એ પણ છે કે ત્રિશુલને લઈને બધી નકારાત્મક તાકાત આપણાથી હંમેશા દુર રહે છે અને આપણે આધ્યાત્મિક જીવનની બાજુ જઈએ છીએ. ત્રિશુલ એક વ્યક્તિના ઘમંડને પણ સમાપ્ત કરે છે અને એને એમના પ્રભુની પાસે જવાનો મૌકો આપે છે. તે આ ભૌતિક જીવનને છોડી સત્યની અનુભૂતિ કરે છે.
જણાવી દઈએ કે ત્રિશુલનું શિવના હાથ માં હોવાનો અર્થ થાય છે કે તે ત્રણેય ગુણોથી ઉપર છે, અર્થાત નિર્ગુણ છે. ઘણા લોકોને એવી પણ ધારણા હોય છે કે મહાદેવનું ત્રિશુલ તબાહીનું પ્રતિક છે. તમને કહી દઈએ કે તબાહીની સાથે તમને બધા કષ્ટોથી મુક્ત પણ આ ત્રિશુલ જ કરે છે. ત્રિશુલ તમને સત્યનો રસ્તો બતાવે છે અને એના પર ચાલવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. સરળ શબ્દોમાં ત્રિશુલના માધ્યમથી મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે.