આ છે ભગવાન વિષ્ણુ ના ૧૦ પ્રસિદ્ધ મંદિર, જેના દર્શન કરવા દેશ-વિદેશ થી આવે ભક્ત

કહેવાય છે કે પાપ ને નાશ કરવા માટે સમય સમય પર ભગવાન વિષ્ણુ આ ધરતી પર પ્રકટ થયા છે. ક્યારેક મર્યાદા પુરુષોતમ રામ, તો ક્યારેક શ્રી કૃષ્ણ ના અવતાર માં ભગવાન એ એમના ભક્તો ના કષ્ટ દુર કર્યા. આ કળિયુગ માં પણ એના ભક્તો ની શ્રદ્ધા આ મંદિરો માં જોવા મળે છે.

બદ્રીનાથ

શ્રી બદ્રીનાથ ઉત્તરાખંડ ના ચમોલી જીલ્લામાં અલકનંદા ના કિનારે વિરાજમાન છે. આ હિંદુ ધર્મ ના ચાર ધામ માં થી એક તીર્થસ્થળ છે.આ ભગવાન વિષ્ણુ ને સમર્પિત ૧૦૮ મંદિરો માં શામિલ છે, જેના તમિલ સંતો એ છઠ્ઠી થી ૯ મી સદી વચ્ચે ઉલ્લેખ કર્યો હતો.

જગન્નાથ

આ મંદિર પણ વૈષ્ણવો ના ચાર ધામ માં શામિલ છે. જગન્નાથ પૂરી થી જોડાયેલી ઘણી અદભુત કથાઓ છે જે આજે પણ જોવા મળે છે.અહિયાં દરેક વર્ષે નીકળતી રથ યાત્રા માં લાખો શ્રદ્ધાળુ શામિલ થાય છે.

રંગાનાથ સ્વામી

આ દક્ષીણ ભારત ના તિરુચિરાપલ્લી શહેર ના શ્રીરંગમ માં સ્થિત છે. રંગાનાથ સ્વામી શ્રી હારી ના વિશેષ મંદિરો માં થી એક છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ નો અવતાર શ્રી રામ એ લંકા થી પાછા વળ્યા પછી અહિયાં પૂજા કરી હતી.

વૈંકટેશ્વર

આ ભગવાન વિષ્ણુ નું સૌથી જુનું અને પ્રસીદ્ધ મંદિરો માં થી એક છે.વૈંકટેશ્વરમંદિર તિરુપતિ ની પાસે તિરુમાલા પહાડ પર છે. દરેક વર્ષે અન્ગણિત લોકો અહિયાં આવીને ભગવાનવૈંકટેશ્વર ના આશીર્વાદ અને દર્શન લે છે.

વિઠ્ઠલ રૂક્ષ્મણી

આ વૈષ્ણવ મંદિર મહારાષ્ટ્ર ના પંઢરપુર માં છે. વિઠ્ઠલ રૂક્ષ્મણી ભગવાન વિષ્ણુ નું રૂપ વિઠોબા ને સમર્પિત છે. અહિયાં શ્રી હરી અને એની પત્ની રૂક્ષ્મણી વિરાજમાન છે.

દ્વારકાધીશ

આ મંદિર ભગવાન વિષ્ણુ ના અવતાર શ્રી કૃષ્ણ ને સમર્પિત છે. માનવામાં આવે છે દ્વારકાધીશ લગભગ ૨૦૦૦ વર્ષ જુનું મંદિર છે. આ મંદિર ને ભગવાન કૃષ્ણ ના છોકરા વ્રજ્નાભ એ બનાવ્યું હતું. આ તેથી મહત્વપૂર્ણ છે કારણ કે દ્વારિકા માં છે, જ્યાં કૃષ્ણ નો નીવાસ હતો. દ્વારકાધીશ ચાર ધામ માં થી એક છે.

બાંકે બિહારી

આ કૃષ્ણ મંદિર ઉત્તર પ્રદેશ ના વૃંદાવન માં છે. અહિયાં ગોપાલ ની મૂર્તિ ત્રિભંગ રૂપ માં છે.માનવામાં આવે છે કે આ મૂર્તિ માં ભગવાન કૃષ્ણ નું સૌથી મોહક અને આકર્ષક રૂપ દેખાય છે. બાંકે બિહારી માં જન્માષ્ટમી પર નીકળવા વાળી યાત્રા અને અક્ષય તૃતીય નો તહેવાર જોવા લાયક હોય છે.

સિંહાચલમ મંદિર

આ મંદિર વિશાખાપટ્ટનમ ની પાસે છે. સિંહાચલમ માં ભગવાન વિષ્ણુ ના નરસિંહ અવતાર ને પૂજવામાં આવે છે.

કનક ભવન

અયોધ્યા ના રામ મંદિર ને કનક ભવન ના નામ થી પણ ઓળખવામાં આવે છે. અહિયાં શ્રી હરી ના રામ અવતાર ને પૂજવામાં આવે છે. આ મંદિર માં રામ નવમી નો તહેવાર ધામ ધૂમ થી મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે કનક ભવન માં શ્રી રામ એ કૌશલ્યા ના ગર્ભ થી જન્મ લીધો હતો.

શ્રી નાથજી

કહેવાય છે આ એક માત્ર એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણ ને બળ રૂપ માં પૂજવામાં આવે છે. આ મૂર્તિ નાથદ્વારા મંદિર બનવા પહેલા થી જ અહિયાં સ્થાપિત હતી. શ્રી નાથજી ના દર્શન માટે અહિયાં દરેક વર્ષે ભક્તો ની ભારે ભીડ ઉમટી પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer