હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો, ગુજરાતના વલણોમાં ભાજપ આગળ…

ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીના ટ્રેન્ડ આવવા લાગ્યા છે. ગુજરાત અને હિમાચલ બંને રાજ્યોમાં ભાજપ આગળ વધી રહ્યું છે. પહેલા અડધા કલાકમાં ગુજરાતનો ટ્રેન્ડ જોઈએ તો ભાજપ 115 સીટો પર આગળ છે. ગુજરાતમાં કોંગ્રેસ 30 સીટો પર લીડ જાળવી રહી છે. જ્યારે AAP 2 સીટો પર આગળ છે.

બીજી તરફ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળી રહ્યો છે. હિમાચલ વિધાનસભાની 68માંથી 18 બેઠકો પર ભાજપે લીડ જાળવી રાખી છે. કોંગ્રેસ પણ 18 સીટો પર આગળ છે. AAP એક પણ સીટ પર આગળ નથી.

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો રહ્યો છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા તે ત્રિકોણીય બની ગયો છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.

૧૯૮૫ થી હિમાચલ પ્રદેશમાં સતત બે વિધાનસભાની ચૂંટણીઓ કોઈ પણ પક્ષ જીતી શક્યો નથી. આ પહાડી રાજ્યમાં જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તો તે એક રેકોર્ડ બની રહેશે. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલ મુજબ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપને 33-41, કોંગ્રેસને 24-32 બેઠકો, આપને ઝીરો અને અન્યને 0-4 બેઠકો મળવાની સંભાવના છે.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer