દિલ્લીના બુરારી સંત નગરમાં એક પરિવાર ના ૧૧ લોકોના સામુહિક આત્મહત્યા આજકાલ દરેક લોકોની ચર્ચામાં છે આ સામુહિક આત્મહત્યાનો કેસ અંધ ભક્તિમાં લેવામાં આવેલું પગલું છે. જેમાં પરિવારના લોકોએ આસ્થાના નામ પર આંધળા બનીને મોક્ષની પ્રાપ્તિ માટે આ પગલું ઉઠાવ્યું હતું. આ બધાની વચ્ચે શું ત્મેક્યારેય એ વિચારવાની કોશિશ કરી છે કે આત્મહત્યા કરવાથી ક્યાં પ્રકારના મોક્ષની પ્રાપ્તિ થાય ? આ પ્રકારે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ તો આપણા શાસ્ત્રોમાં ક્યાય પણ નથી જણાવ્યો..
આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં મોક્ષ પ્રાપ્તિ નો માર્ગ આપણા કરેલા સારા કર્મો ને આધીન જણાવામાં આવેલ છે. આપણે આપણા જીવન કાલ દરમિયાન સારા કર્મો કરીએ કોઈનું ખરાબ ના કરીએ અને આપનું જીવન સંયમ થી જીવીએ તો મૃત્યુ બાદ ચોક્કસ મોક્ષ પ્રાપ્ત થાય છે. હિંદુ ધર્મમાં આત્મહત્યાને પાપ માનવામાં આવે છે. દરેક લોકોએ તેના ભાગ્યમાં લખાવેલ સુખ અને દુખ ભોગવવા જ પડે છે.
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આત્મહત્યા કરવાથી આત્મા ભૂત પ્રેતની ઘણી યોની માં ભટકે છે. તેની સાથે કોઈ પોતાની અધુરી ઈચ્છા સાથે મૃત્યુ પામે ત્યારે તેને પૂરી કરવા માટે તેણે ફરીથી જન્મ લેવો પડે છે. તેની સાથે જ જે લોકો પોતાની આયુ પૂરી કર્યા પહેલા મૃત્યુ પામે તેની આત્મા પણ ભટકતી રહે છે તેને પણ મોક્ષ ણી પ્રાપ્તિ થતી નથી.
આપણા શાસ્ત્ર માં પણ આપણને જીવન જીવવાની સાચી રીત જાણવામાં આવી છે કે કિસ્મતમાં લખેલા કષ્ટો આપણે આ જીવનમાં જ ભોગવવા પડે છે. જેથી કરીને અઆવનાર જન્મ સાર્થક થઇ જાય. આપણા કોઈ પણ ગ્રંથ કે શાસ્ત્ર માં મોક્ષનો માર્ગ આત્મહત્યા નથી દર્શાવાયો. આપણા ધર્મ પ્રત્યે વિશ્વાસ, સારી ભાવના, એ સારી વાત છે પરંતુ આ ભક્તિ અને વિશ્વાસ ક્યારેય અંધ ભક્તિ કે અંધ વિશ્વાસ ના બની જવો જોઈએ.
આપણા જીવનમાં આસ્થા જેટલી જરૂરી છે એના કરતા ડબલ જરુરી છે કે અંધ વિશ્વાસથી પોતાની જાત ને દુર રાખવી. જો કોઈ આસ્થાના નામ પર કઈ પણ કરવાનું કહે તો એકવાર વિચારી લેવું જોઈએ. અને જો ત્યારે પણ કઈ સમજ માં ના આવે તો આપણા પૌરાણિક ગ્રંથો ગીતા, રામાયણ મહા ભારત ને ખોલીને એક વાર જોઈ લેવું જીવન જીવવાનો સર તેમાં મળી આવશે.