આજ સુધી તમે અનેક એવા મંદિરોની કહાની સાંભળી હશે કે, જેની અંદર અનેક પ્રકારના ચમત્કારો જોવા મળતા હોય. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા એક ચમત્કારી મંદિર વિશે કે જેની અંદર થતા ચમત્કાર એકદમ અદ્વિતીય છે. આજે અમે આપને એક એવા ચમત્કારી માતાના મંદિર વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં..
કે જ્યાં ઘી કે તેલથી નહી પરંતુ પાણીથી પ્રજ્વલિત કરવામાં આવે છે દિપક તો ચાલો જાણીએ આ મંદિર વિશે. ભારત દેશની અંદર કાલિસિંધ નદીના કિનારે એક એવા માતાનું મંદિર આવેલું છે. કે કે જ્યાં પાણી થી જ્યોતને પ્રજ્વલિત કરવામાં આવે. નદી કિનારે આવેલા આ મંદિરને ગડિયાઘાટ વાલી માતાનું મંદિર કહેવામાં આવે છે.
મંદિરની અંદર પૂજા-અર્ચના કરતા પૂજારી એ જણાવ્યું કે આ મંદિરમાં પહેલાના સમયમાં હંમેશાને માટે તેલ અને ઘી દ્વારા દીપકને પ્રજવલિત કરવામાં આવતા હતા. પરંતુ આજથી છ વર્ષ પહેલા આ માતા ત્યાં પૂજા કરતા એક પૂજારીના સ્વપ્નમાં આવી અને ત્યાર બાદ માતાએ તેને જણાવ્યું કે તે પુજારી પાણી દ્વારા માતાના દીપકને પ્રજ્વલિત કરે.
માતા લક્ષ્મીનો આ આદેશ માની પૂજારી બીજે દિવસે તે નદીમાંથી પાણી ભરી લાવી અને તેની અંદર દીપકને પ્રજવલિત કર્યો. અને પાણીની અંદર પણ દીપક ઘી અને તેલની જેમ જ પ્રજ્વલિત થઈ ગયો. અને ત્યારથી જ આ જગ્યાએ માતા ની સમક્ષ પાણીમાં જ આ દીપકને પ્રજ્વલિત કરવામાં આવે છે.
આ મંદિરની અંદર માતા ની સમક્ષ રાખવામાં આવતા આ દીપકને પ્રજવલિત કરવા માટે કાલિસિંધ નદીમાંથી જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય નદીના પાણી દ્વારા આ ચમત્કાર થઈ શકતો નથી. કેમકે આ નદી ઉપર માતા ની વિશેષ કૃપા છે.
કે જેથી કરીને આ ચમત્કાર શક્ય બન્યો છે. વર્ષાઋતુ ની અંદર આ જગ્યાએ કાલિસિંધ નદીના પાણીનું સ્તર ઊચું આવી જાય છે. જેથી કરીને આ સમગ્ર મંદિર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે અને આથી જ આ સમયે આ જગ્યાએ આ દિપક અને માતા ના દર્શન કરવા શક્ય નથી.
આજે આ મંદિર પોતાની આ વિશિષ્ટતા માટે ભારત ઘરની અંદર પ્રચલિત થયું છે. આજે ભારતભરમાંથી લાખો ભક્તો આ જગ્યાએ આ ચમત્કાર નિહાળવા માટે આવે છે, અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો તમે પણ આ ચમત્કાર ને નિહાળવા માટે આ મંદિરના દર્શને અવશ્ય જાઓ.