ભારતના સૌથી અમીર 6 મંદિર, જેનો ચઢાવો આવે છે કરોડો રૂપિયા

શું તમે જાણો છો ભારત ના સૌથી વધારે અમીર મંદિર ક્યાં છે. આ મંદિરો ની કમાણી તમને હેરાન કરી દેશે. ભારત ના અમુક મંદિર એટલા ચમત્કારી છે કે ત્યાં ભક્તો ની કિસ્મત ના  દરવાજા ખુલી જાય છે. આપણા આરાધ્ય દેવી દેવતા ને ધન્યવાદ કરવા માટે તે પણ એમનો ખજાનો મંદિરમાં જોર શોર થી ચઢાવે છે. કરોડો રૂપિયા રોકડા, સોનું, ચાંદી, હીરા, મોતી અને તમામ બહુમુલ્ય વસ્તુ તમને આ મંદિરો ની સંપતિ માં તમને મળી જશે.



૧. પદ્મનાભસ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ – કેરળ

આ ભારત નું સૌથી પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોમાં થી એક છે. આ મંદિર ના ભંડોળ માં અરબો રૂપિયા ની સંપતિ રાજા મહારાજાઓ ના સમય ની છે.કહેવાય છે વિષ્ણુ ભગવાન ની મૂર્તિ ની કિંમત ૫૦૦ કરોડ રૂપિયા છે. અહિયાં પણ રોજ લાખો નો ચઢાવો આવે છે. આ કદાચ વિશ્વ નું સૌથી ધનિક અમીર મંદિર છે.

૨ વૈષ્ણોદેવી મંદિર- જમ્મુ :

દર વર્ષે લાખો શ્રદ્ધાળુ માતા વૈષ્ણોદેવી ની ગુફામાં દર્શન કરવા માટે પહોંચે છે. આ ઉત્તર ભારત ના સૌથી મોટા મંદિરો માં થી એક છે. પ્રાકૃતિક સુંદરતા અને સુંદર વાતાવરણ ના દર્શન ભક્તો ને રોમાંચિત કરે છે. એક અનુમાન પ્રમાણે ઉત્તર ભારત ના આ પ્રમુખ મંદિર ની વર્ષ ની આવક ૫૦૦ કરોડ રૂપિયા છે. અહિયાં ત્રિકુટા પર્વત પર વિષ્ણુ ગુફા માં ત્રણ પીંડીઓ ના દર્શન માં ત્રણ દેવીઓ ના દર્શન પ્રાપ્ત થાય છે.

૩ સિદ્ધિવિનાયક મંદિર – મુંબઈ :

આ મંદિર માયાનગરી નું પ્રસિદ્ધ ગણેશ મંદિર છે. આને પણ ભારત ના રહીશ મંદિરો માંથી એક સ્થાન પ્રાપ્ત છે. મુંબઈ માં આરાધ્ય દેવતા શ્રી ગણેશ ને માનવામાં આવે છે. અહિયાં રોકડા, ઓનલાઈન, ચેક, દ્વારા ભક્ત રૂપિયા દાન કરે છે. સોનું, ચાંદી, અને અમુલ્ય વસ્તુ નું દાન કરવા વાળા પણ ખુબ છે.

૪ તિરુપતિ વેંકેટેશ્વર મંદિર – આંધ્ર પ્રદેશ :

તિરુપતિ બાલાજી નું મંદિર ભારત નું સૌથી વધારે દાન લેવા વાળું મંદિર છે. આ મંદિર માં દરરોજ ૬૦૦૦૦ થી વધારે ભક્ત આવે છે. તિરુપતિ માં રોકડું દાન કરીને ભક્ત એમનો અહંકાર અને લાલચ ને અહિયાં છોડીને જાય છે. અહિયાં પ્રસાદ ના લાડુ વેચીને પણ વર્ષના ૭૫ કરોડ રૂપિયાની કમાણી થાય છે. વર્ષમાં ૭૦૦ કરોડ રોકડા અને સોના નું આ મંદિર દાન પ્રાપ્ત કરે છે.

૫ શિરડી સાંઈ બાબા મંદિર – શિરડી :

અહિયાં પર દુનિયા ભર થી ભક્તજન બાબા ના દર્શન કરવા આવે છે. વર્ષ ના દાન થી ૩૬૦ કરોડ રૂપિયાની કમાણી થાય છે. આ મંદિર ખુબ જ સુંદર છે. ભક્તો ને રહેવની અને ખાવાની વ્યવસ્થા સાંઈ સંસ્થા ખુબ જ ઓછા પૈસા માં ઉલ્પબ્ધ કરાવે છે. સારી સુવિધાઓ ને જોઇને ભક્ત હૃદય ખોલીને અહિયાં દાન કરે છે.

૬ સોમનાથ મંદિર ગુજરાત :

આ શિવજી ની ૧૨ જ્યોર્તિલિંગો માં પહેલા સ્થાને આવે છે. સમુંદ્ર ના કિનારે બનેલું વિશાળ સોમનાથ મંદિર ગુજરાત ના ભવ્ય મંદિરોમાં થી એક છે. અહિયાં ચંદ્ર દેવતા એ શિવજી ની ઘોર તપસ્યા કરીને એમના શ્રાપ ને દુર કર્યો હતો. વિદેશી આક્રમણ એ આ મંદિર ને ખુબ ઘણી વાર સામનો કર્યો છે તો પણ આ એમની ભવ્યતા માટે ઓળખાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer