જવાહરલાલ નહેરુ જન્મ જયંતી : જાણો શા માટે આજના દિવસે કરવામાં આવે છે બાળ દિવસની ઉજવણી?

14 નવેમ્બરે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતી છે. આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં જન્મેલા જવાહરલાલ નહેરુને બાળકોનો ખૂબ શોખ હતો અને બાળકો તેમને ચાચા નહેરુ કહેતા હતા. ભારતમાં 1964 પહેલા 20 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવતો હતો,

પરંતુ જવાહરલાલ નહેરુના નિધન બાદ તેમના જન્મદિવસ એટલે કે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઘણા દેશોમાં 1 જૂનને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક દેશો સંયુક્ત રાષ્ટ્રના ઘોષણાપત્રને અનુરૂપ 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવે છે.

ઇતિહાસમાં 14 નવેમ્બરની તારીખે નોંધાયેલી અન્ય મુખ્ય ઘટનાઓની શ્રેણી નીચે મુજબ છે:-

1681: ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અલગ રજવાડું બંગાળ બનાવવાની જાહેરાત કરી.

1889: આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ.

1922 : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)એ બ્રિટનમાં રેડિયો સેવા શરૂ કરી.

૧૯૩૫ : આધુનિક જોર્ડનના સર્જનમાં અગ્રેસર ભૂમિકા ભજવનાર શાહ હુસેનનો જન્મ થયો હતો.

1948: બ્રિટનના મહારાજા ચાર્લ્સનો જન્મ થયો હતો. તેઓ મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપના સૌથી મોટા પુત્ર છે.

1955: કર્મચારી રાજ્ય વીમા નિગમનું ઉદઘાટન કરવામાં આવ્યું.

1964: આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત.

1969: એપોલો-12ને લોન્ચ કરવામાં આવ્યું, જે ત્રણ અવકાશયાત્રીઓ સાથે આકાશના અનંત ઊંડાણને પાર કરીને ચંદ્ર પર પહોંચ્યું.

1973 : મહારાણી એલિઝાબેથની એકની એક પુત્રી પ્રિન્સેસ એનીએ લશ્કરમાં લેફ્ટનન્ટ માર્ક ફિલિપ્સ સાથે લગ્ન કર્યા. રાજવી પરિવારના કોઈ સભ્ય માટે સામાન્ય શહેરી સાથે લગ્ન કરવાની આ એક દુર્લભ તક હતી.

1991: અમેરિકાએ લોકરબી હુમલા માટે લિબિયાના બે ગુપ્તચર અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમને અમેરિકાને સોંપવાની માંગ કરી હતી.

2006: ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન આતંકવાદ વિરોધી મિકેનિઝમ વિકસાવવા સંમત થયા હતા.

2008: ચંદ્રની સપાટી પર મૂન ઇમ્પેક્ટ પ્રોબનું લેન્ડિંગ થયું.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer