ભાગવત પુરાણનાં દશાવતાર મુજબ બુદ્ધ નવમો અવતાર મનાયો છે. જ્યારે ૨૪ અવતાર મુજબ એકવીસમો અવતાર મનાયો છે. ભગવાન, વિષ્ણુનાં દરેક અવતાર ધર્મના રક્ષણાર્થે, તેની પુનઃસ્થાપના, તથા લોકોને નિર્ભિક અને સ્વતંત્ર બનાવવા માટે થયો છે. વેદશાસ્ત્રમાં દુષ્હેતુઓને પાર પાડવા પશુ યજ્ઞા કરીને તેની બલિ ચડાવવા માટે નિષેધ હોવા છતાં પણ આસુરીવૃત્તિવાળા, દંભી પંડિતો વેદોની આજ્ઞાનું ઉલંઘન કરીને પશુઓની બલિ ચડાવતા.
બુધ્ધનો સમય ઇ.સ.પૂર્વેની પાંચમી સદીઓનો મનાય છે. એ વખતે બુધ્ધે યજ્ઞ, કર્મકાંડો તથા તેમાં થતી પારાવાર પશુઓની જીવહિંસાનો તેમજ બીજા અનેક ધાર્મિક દૂષણોનો સખત વિરોધ કર્યો હતો. જેના લીધે કર્મકાંડી પંડિતોની આજીવિકા પર અસર થઈ. પરિણામે દંભી ધર્મીઓ માટે બુધ્ધ નાસ્તિક બની ગયા અને તેમના વિરુધ્ધ દુષ્પ્રચાર શરૂ કર્યો. તેમણે ભગવાન બુધ્ધને વૈદિકધર્મનાં વિરોધી ગણાવ્યા. તેઓએ બુધ્ધના અહિંસા, કરુણા અને પ્રાણીમાત્ર માટે મૈત્રી ભર્યા વ્યવહારનાં ઉપદેશ નકાર્યો.
જો કે સાંપ્રત ધર્મથી તેમને જુદા કરાયા પછી બુધ્ધની વિચારધારા વધારે પ્રબળ બની. જેનાં પરિણામે બોધ્ધધર્મનો પાયો ભારતવર્ષમાં નખાયો. તેમનો મુખ્ય ઉપદેશ સત્ય, અહિંસા, કરુણા અને મૈત્રીભાવ હતો. તેઓ હંમેશા શિષ્યોને કહેતા,’ હમેશા સત્યનો રાહ અપનાવો, અહિંસક બનો, કરુણાસભર બનો, પ્રાણીમાત્ર પર કાયમ દયા રાખો. મૈત્રિય ભાવના વિકસિત કરો. વિશ્વમાં મદ્યપાન નિષેધ અને માંસાહારનાં ત્યાગ કરવા માટે તેઓ ખૂબ કહેતા. પોતાની ૮૦ વર્ષની જીવનયાત્રામાં અંતિમ શ્વાસ સુધી ભગવાન બુધ્ધ ધર્મના ખેલાતાઢોગ, દંભ અને પાખંડ સામે ઝઝૂમ્યા. બુધ્ધને સમજવા માનવ મન પણ એટલું ચોખ્ખું, ને અંતર શુધ્ધ જોઈએ. આપણાં તેમણે ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો.
બુધ્ધે ક્યારેય પોતે ઇશ્વર હોવાનો દાવો કર્યો નથી કે પોતે ધર્મનાં મોટા રક્ષણહાર પોતાનાં ઉપદેશમાં કહેતા’માણસની શ્રેષ્ઠતા વર્ણથી સાબિત થતી નથી. પણ તેનાં સદ્ગુણો અને સદ્કર્મોથી થાય છે.’ આવું કહી તેમણે વર્ણભેદનો વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કરવામાં આવતા કર્મકાંડ એ ખરેખરો ધર્મ નથી. પણ એ આજીવિકાનું સાધન બની ગયું છે.’ આમ કહીને બુદ્ધે કર્મકાંડોમાં થતી પશુઓની જીવહત્યાનો ભારે વિરોધ કર્યો.
પૂર્વાધકાળમાં સિધ્ધાર્થના નામે મગધરાજયનાં ગયા ક્ષેત્રમાં જંગલક્ષેત્રમાં તેમણે બાર વર્ષ પ્રખર તપસ્યા કરી. તેમનામાં જ્ઞાાનનો ઉદય થયો. રાજકુમાર સિધ્ધાર્થેનાં જ્ઞાાનનો ઉદય થયા પછી સંસારમાં ‘બુધ્ધ’નામથી પ્રસિધ્ધ થયા. જે દિવસે બુધ્ધને બોધનો પ્રકાશ થયો એ વૈશાખી પુર્ણિમાનો હતો. જેથી આ પૂનમ’બુધ્ધપૂર્ણિમા’ તરીકે ઓળખાય છે. જે વૃક્ષ નીચે તપ કર્યુ, તે વૃક્ષ ‘બોધિવૃક્ષ તરીકે ઓળખાયું. આ વૃક્ષ આજે પણ ‘બોધ્ધિગયા’માં અડીખમ ઉભું છે. ‘બુદ્ધંમ શરણમ ગચ્છામી, સંઘમ્ શરણમ ગચ્છામી, ધર્મમ શરણમ્ ગચ્છામી.