એમ તો મહાભારત માં એવા ઘણા મૌકા આવ્યા હતા જયારે શ્રીકૃષ્ણ મૃત્યુ થઇ શકતું હતું, પરંતુ એને ખુબ જ ચતુરાઈ અને શક્તિથી ખુદ ને બચાવી રાખ્યા. એક વાર તે કાલયવન ના ચંગુલથી બચી ગયા હતા. બીજી વાર જયારે દ્રોપદીના સ્વયંવર થવાના હતા ત્યારે શ્રીકૃષ્ણ એકલા જ હતા અને તે પણ વગર હથિયાર એમના કટાર દુશ્મન જરાસંઘ ની પાસે એને સમજાવવા પહોંચી ગયા હતા. આ પ્રમાણે એક વાર જયારે એને હસ્તિનાપુર પાંડવો ને શાંતિ પ્રસ્તાવ લઈને એકલા જ જવાનું હતું ત્યારે એમણે બે કામ કર્યા હતા. જાણો તે કામ ક્યાં હતા.
પહેલું કામ :
કૌરવ અને પાંડવો ની વચ્ચે યુદ્ધને રોકવાના
અંતિમ પ્રયાસના સમય પર ભગવાન શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુર જવાનો નિર્ણય લીધો પરંતુ
ત્યાં શકુની અને દુર્યોધન એમની કુટિલ નીતિ દ્વારા શ્રીકૃષ્ણને મારવા માંગતા હતા
કેમ કે પાંડવોનો સૌથી મજબુત પક્ષ સમાપ્ત થઇ જાય.
એવા માં શ્રીકૃષ્ણ એ જાણતા હતા કે હસ્તિનાપુર માં હું ક્યાંય સુરક્ષિત રહી શકું છું તો તે છે વિદુરનું ઘર. વિદુરની પત્ની એક યદુવંશી હતી. બીજી વાત એ છે કે વિદુર નું દુર્યોધન અને શકુનીએ ઘણી વાર આપમાન કર્યું હતું તો વિદુર પણ ક્યારેક ક્યારેક દુર્યોધાનથી ચીડાતા હતા. દુર્યોધનએ જયારે વિદુર નું અપમાન કર્યું હતું તો એમણે ભરી સભામાં જ આ નિર્ણય લીધો હતો કે જો તે એના પર વિશ્વાસ જ નથી કરતા તો તે પણ યુદ્ધ લડવા નથી માંગતા. એવું કહીને વિદુરમાં યુદ્ધ ન લડવાનો સંકલ્પ લઇ લીધો હતો.
જયારે શ્રીકૃષ્ણ રાતે વિદુરની ત્યાં રોકાયા ત્યારે વિદુરે શ્રીકૃષ્ણને સમજાવ્યા હતા કે તમે અહિયાં કેમ આવી ગયા? તે દુષ્ટ દુર્યોધન કોઈનું પણ સાંભળતા નથી. તે તમારું પણ અપમાન જરૂર કરશે. શ્રીકૃષ્ણ જાણતા હતા કે દુર્યોધન ભરી સભામાં મારું પણ અપમાન કરી શકે છે અને એના પછી પરિસ્થિતિઓ બદલાઈ જશે. એવા માં હસ્તિનાપુરમાં એમણે વિદુરને કહ્યું કે અહિયાં રહેવાનું નક્કી કર્યું છે કારણ કે વિદુરની પાસે એક એવું હથિયાર હતું જે અર્જુનના ‘ગાંડીવ’ થી પણ ઘણું બમણું શકીશાળી હતું. વિદુરના સહયોગથી જ શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુર અને રાજ્માંહાલમાં સમ્માન પ્રવેશ કર્યો.
બીજું કામ :
ભગવાન કૃષ્ણ સત્યાકીની યોગ્યતા અને નિષ્ઠા પર ખુબ વિશ્વાસ કરતા હતા. જયારે તે પાંડવોને શાંતિદૂત બનાવી હસ્તિનાપુર ગયા હતા, તો એમની સાથે કેવળ સાત્યકિને લઈને ગયા. કૌરવોને સભાકક્ષ માં પ્રવેશ કર્યા પહેલા એમણે સાત્યકિને કહ્યું કે એમ તો હું મરી રક્ષા કરવામાં પૂર્ણ સમર્થ છું, પરંતુ જો કોઈ વાત થઇ જાય અને હું મરી જાવ અથવા બંધી પણ થઇ જાવ તો પછી આપણી સેના દુર્યોધનની સહાયતાના વચનથી મુક્ત થઇ જશે અને આવી સ્થિતિમાં તમે એના સેનાપતિ રહેશો અને એનો કોઈ પણ ઉપયોગ કરવા માટે સ્વતંત્ર રહેશો. સાત્યકિ સમજી ગયા કે કૃષ્ણ શું કાગેવા માંગે છે તેથી તે પૂર્ણ સાવધાન થઈને સભાકક્ષના દરવાજાની બહાર જ ઉભા રહી ગયા.
સાત્યકિ પર વિશ્વાસના કારણે જ દુર્યોધનના વ્યવહારને જોઇને સભાકક્ષ માં કૃષણએ કૌરવોને ધમકાવ્યા હતા કે દુતના રૂપમાં આવીને મારી સાથે અહિયાં કોઈ ખરાબ કરવા પહેલા તમારે વિચારી લેવું જોઈએ કે જયારે આપણી યાદવ સેનાની પાસે આ સમાચાર મળશે, તો તે હસ્તિનાપુરના રસ્તાપર શું કરશે. આ સાંભળતા જ બધા કૌરવ કાંપી ગયા અને શકુની સહીત એમણે દુર્યોધનને મૂર્ખતા કરવાની પહેલા રોકી દીધા. ત્યારે શ્રીકૃષ્ણ એ શાંતિ પ્રસ્તાવની હેઠળ કૌરવોથી પાંડવો માટે પાંચ ગામ માંગ્ય હતા, પરંતુ દુર્યોધનએ આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.