મિત્રો તમે દરેક લોકો પરશુરામને તો ખૂબ સારી રીતે ઓળખો છો. કેમકે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. અને ભગવાન પરશુરામે ક્ષત્રિયો સાથેની પોતાની દુશ્મનીના કારણે પૃથ્વી પરથી 21 વખત ક્ષત્રિયોનો નાશ કરી દીધો હતો અને ફરીથી ક્ષત્રિયોએ આ પૃથ્વી ઉપર જન્મ લીધો હતો. જેવા જ પરશુરામ આ ક્ષત્રિયોને નાશ કરે કે પાછળથી નવા ક્ષત્રિયો જન્મ લેતા હતા અને આ સિલસિલો આ પૃથ્વી પર કેટલા વર્ષો સુધી ચાલ્યો હતો અને આથી જ ભગવાન પરશુરામે ક્રોધિત થઈને પૃથ્વીને ખત્મ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
એક સમયની વાત છે જ્યારે માતા સીતાના સ્વયંવરની અંદર ભગવાન શ્રીરામે શંકર ભગવાનના મળેલા ધનુષને તોડી નાખ્યું ત્યારે પરશુરામ ખૂબ જ ક્રોધિત થયા હતા. તે તરત જ માતા સીતાના સ્વયંવરની અંદર પહોંચી ગયા હતા. આ સમયે તેમણે ભગવાન શ્રીરામને ઘણી ખરીખોટી સંભળાવી દીધી. પરંતુ મર્યાદા પુરુષોત્તમ રામ એકદમ શાંત રહ્યા.
પરંતુ ભગવાન પરશુરામની આ ચેષ્ટા બદલ ભગવાન શ્રી રામ ના નાના ભાઈ લક્ષ્મણ શાંત ન રહી શક્યા અને તેણે પરશુરામ ની સાથે વાદવિવાદ શરૂ કરી દીધો. તે સમયે પરશુરામે ખૂબ જ ક્રોધિત થઈને ભગવાન શ્રીરામને ખત્મ કરવા માટે પોતાનું પર્શુલ ઉઠાવી લીધું. પરંતુ પર્શુલ ઉઠાવાતાની સાથે જ એટલું બધું ભારી થઈ ગયું કે ભગવાન પરશુરામના અથાક પ્રયત્નો કરવા છતાં પણ તે પોતાની જગ્યાએથી ઉઠ્યું નહીં.
અને પાછળથી ભગવાન પરશુરામ ને ખબર પડી કે તે જે વ્યક્તિને મારવા માટે પોતાનું પર્શુલ ઉઠાવી રહ્યા હતા તે ખુદ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. આ જાણીને ભગવાન પરશુરામને એટલો અફસોસ થયો કે તેણે પોતાનું પર્શુલ ત્યાં ને ત્યાં ત્યાગીને વનની અંદર તપસ્યા કરવા માટે જતા રહ્યા. આ જગ્યા હજી પણ ઝારખંડની અંદર આવેલ છે આ જગ્યા પર ભગવાન પરશુરામનું આ પર્શુલ જમીનની અંદર દટાયેલું છે.
આ જગ્યા પર ખોદકામ કરતાં એ વાત જાણવા મળી કે આ પર્સ પૃથ્વીના પાતાળની અંદર એટલી ઉંડાઈએ છે કે તેનું અનુમાન લગાવી શકાય તેમ નથી તથા આ અસ્ત્ર પર ક્યારેય કાટ પણ લાગતો નથી. તથા આ જગ્યા પર ખોદકામ કરતા તે જગ્યા પર અનેક પ્રકારના સોનાના વાસણો અને ઝવેરાત પણ મળ્યા હતા. તથા ત્યાં એક શિવલિંગની સ્થાપના પણ કરેલી છે. જે પ્રમાણ આપે છે કે આ અસ્ત્ર ખરેખર ભગવાન પરશુરામનું જ છે.