આપણે દરેક લોકો જાણીએ છીએ કે, ભગવાન શંકરને પ્રિય એવી દરેક વસ્તુઓ તેના ઉપર ચડાવવામાં આવતી હોય છે. ભગવાન શંકર ના ભકતો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શંકર પર બિલિપત્ર, રુદ્રાક્ષ, ધતુરો અને આંકડો ચઢાવતા હોય છે.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે, તે પૂરો એક ખૂબ જ ઝેરી છોડ છે. અને ભાગ એકદમ નશીલી વસ્તુ છે. આમ છતાં તે ભગવાન શંકર પર શા માટે ચઢાવવામાં આવે છે. આવો પ્રશ્ન દરેકના મનમાં ઉત્પન્ન થતો હશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ શા માટે ભગવાન શંકર પર ચડે છે આવી વસ્તુઓ.
ભગવાન શંકર દૂધ પણ ચઢાવવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોના તારણ અનુસાર શ્રાવણ માસની અંદર દૂધ પણ ઝેરીલો ગુણ ધરાવતું હોય છે. કેમ કે, ગાય દ્વારા ચોમાસાની ઋતુમાં બેક્ટેરિયા યુક્ત ખોરાક ખાવાના કારણે તેના દૂધમાં ઉત્પન્ન થાય છે. આમ છતાં પણ શ્રાવણ માસની અંદર તે ભગવાન શંકર પર ચડે છે.
આપણા પૌરાણિક શાસ્ત્રો ની અંદર ઘણા બધા રિસર્ચ બાદ ઋષિમુનિઓએ એવું તારણ કાઢ્યું કે, શ્રાવણ માસની અંદર જો આ દૂધ આપણે સેવન કરશો તો આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થશે. અને આથી જ તેણે આ દૂધને ભગવાન શિવ પર ચડાવવાની પ્રથા બહાર પાડી દીધી. કેમ કે ભગવાન શંકરે આની પહેલા પણ ઝેરનું સેવન કર્યું છે. અને પોતાના ગળામાં એ ઝેર નો વાસ કર્યો છે. અને આથી જ ભગવાન શંકર જો ઝેરનું સેવન કરશે તો તેને કોઈ નુકસાન થશે નહિં.
આથી શ્રાવણ માસની અંદર આપણે ઝેરીલું દૂધ પીવાથી બચીએ આ માટે જ વર્ષોથી આ દૂધ ભગવાન શંકરને ચડાવવાની પ્રથા ચાલી આવે છે. આ ઉપરાંત ભાંગ અને ધતૂરો પણ એવી જ વસ્તુઓ છે કે જે ભગવાન શંકર પર ચઢાવવામાં આવે છે. અને તેની પાછળનું કારણ પણ કંઈક આ રીતનું જ છે.
સામાન્ય રીતે ભાગનો ઉપયોગ નશીલા પદાર્થ તરીકે કરવામાં આવે છે. આથી જો આ નશીલો પદાર્થ વ્યક્તિ કરે તો પોતાની સુધબુધ ખોઈ બેસે છે. અને આથી જ આપણાં પૂર્વજોએ આ ભાગને ભગવાન શંકરને અર્પણ કરવા માટે ની પ્રથા બહાર પાડી હતી. જેથી કરીને કોઇપણ વ્યક્તિ શ્રાવણ માસની અંદર આ ભાંગનું સેવન ન કરે. અને આ ભાંગ ભગવાન શંકર પર ચડાવે જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય અને મન શુદ્ધ રહે.
પરંતુ આજના સમયમાં લોકો આ પૌરાણિક કથાઓનો એનો મતલબ નીકળતા રહે છે. લોકો શ્રાવણ માસની અંદર ભગવાન શંકરને ચઢાવવામાં આવતી આ વસ્તુઓનો પોતે સેવન કરવાનું શરૂ કરી દે છે. આજે લોકો શ્રાવણ માસની અંદર ભગવાન શંકરને પ્રિય એવા ભાંગ અને ગાંજાથી બે મોઢે સેવન કરે છે. અને પોતાના સ્વાસ્થ્યને ખરાબ બનાવી લે છે.