આખરે કોણ છે ભગવાન શિવના ગણ, જાણો તેમનું રહસ્ય..

ભગવાન શિવના ગણોના ઘણા અલગ અલગ પ્રકારે વર્ણન કરવામાં આવેલ છે. કોઈ તેને શિવજીના મિત્ર જણાવે છે તો કોઈ તેમના રક્ષક. હકીકતમાં ગણ મહાદેવના મિત્ર પણ છે અને રક્ષક પણ. પુરાણો માં શિવના પ્રમુખ ગણ છે, ભેરવ, વીરભદ્ર, મણીભદ્ર, ચંદીસ, નંદી, જય, વિજય, અને આદિ. એવી માન્યતા છે કે આ ગણ મનુષ્ય થી અલગ હતા. એવી માન્યતા છે કે શિવ ૧૫૦૦૦ વર્ષ પહેલા માનસરોવર આવ્યા હતા. માનસરોવરને ટેથીસ સમુદ્ર ના એક અવશેષ માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે માનવ સભ્યતાની શરૂઆત એ સમયે થઇ હતી. વર્તમાનમાં એ સમુદ્ર એક ઝીલ માં બદલી ગયો છે.

ગજપતિ કે ગણપતિ?

ક્યારેય આપણે વિચાર્યું છે કે આપણે ગણપતિને ગજપતિ શા માટે નથી કહેતા. એ વાત તો આપને સૌ જાણીએ જ છીએ કે ગણપતિને હાથીનું મુખ ચડાવામાં આવ્યું હતું. એક વાર માતા પાર્વતી સ્નાન કરવા ગયા અને ગણેશજીને કહ્યું હતું કે  કોઈ પણ ને કક્ષની અંદર ણા આવવા દેવા તે સમયે શિવજી આવ્યા તો ગણપતિએ એને પણ અંદર આવવાની ના પડી અને શિવજી એ ગુસ્સામાં આવી તેનું મસ્તક કાપી નાખ્યું હતું. પછી જયારે ખબર પઢી કે એનો જ પુત્ર છે અને માતા પાર્વતીના કહેવા પર પછી તેને હાથીનું મસ્તક ચડવામાં આવ્યું હતું.

આતો થઇ કથાની વાત, પરંતુ સવાલ એ છે કે આપને ગણેશને ગણપતિ શા માટે કહીએ છીએ અને ગજપતી શા માટે નહિ? આપણે તેને ગણપતિ એટલા મારે કહીએ છીએ કારણ કે ભગવાન શિવે જે હાથી નું મસ્તક ગણપતિ ને લગાવ્યું હતું એ સ્વયં એક ગણ હતા. ભોળાનાથે પોતાના એક ગણ નું માથું ગણેશ ને લગાવ્યું હતું. તેથી આપને તેને ગણપતિ કહીએ છીએ. તે ઉપરાંત પિશાચ, દૈત્ય, દાનવ, અને ભૂત પણ ભોળાનાથના ગણ છે અને હંમેશા તેની સામે જ રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer