બીલીપત્ર સિવાય આ વસ્તુઓ પણ છે ભગવાન શિવને ખુબજ પ્રિય

શાસ્ત્રોની અંદર લખેલું છે કે ભગવાન શંકરને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે મોટે ભાગે ભગવાન શંકર ના પૂજામાં બીલીપત્રનું ઉપયોગ થતો હોય છે. શ્રાવણ મહિનાની અંદર દરેક ભક્તો ભગવાન શંકર આ બિલીપત્રનો અભિષેક કરતા હોય છે અને પોતાના દરેક મનોકામનાઓ માટે પ્રાર્થના કરતા હોય છે અને ભગવાન શંકર આ બીલીપત્રથી ખુશ થઈને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

પરંતુ આ બીલીપત્ર સિવાય બીજી પણ એવી વસ્તુઓ છે કે જે ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. મોટેભાગે જો ભગવાન શંકરને આમાથિ કોઈપણ વસ્તુ ચઢાવવામાં આવે તો ભગવાન શંકર તેનાથી ખૂબ જ ખુશ થાય છે અને તમને ઈચ્છિત વરદાન આપે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી ત્રણ વસ્તુઓ વિશે કે જે ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.

ધતુરો

શિવપુરાણ અનુસાર વાત કરીએ તો ભગવાન શિવને ધતુરો ખૂબ જ પ્રિય છે એક એવું ફળ છે કે જે સામાન્ય રીતે અન્ય કોઈપણ કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાતું નથી અને સામાન્ય રીતે આપણે તેને ઝેરી માનતા હોઈએ છીએ પરંતુ આ ઝેરી ફળ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.

આકડો

સામાન્ય રીતે આંકડાની માળા હનુમાનજી ને ચડતી હોય છે અને હનુમાનજી પણ ભગવાન શંકરનું જ એક રૂપ છે અને આથી જ આપડો ભગવાન શંકરને પણ ખૂબ જ પ્રિય છે. જે લોકો ખૂબ શ્રદ્ધાથી ભગવાન શંકરને આંકડાના પુષ્પ ચડાવે છે ભગવાન શંકર તેની ગરીબી દૂર કરે છે.

ભાંગ

સામાન્ય રીતે ભાગને એક નશીલી વસ્તુ માનવામાં આવે છે પરંતુ આ ભાંગ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. જો શિવરાત્રીના મહિનામાં અથવા તો શ્રાવણ મહિનાના દર સોમવારે ભગવાન શંકરને ભાગનો પ્રસાદ ચઢાવવામાં આવે તો ભગવાન શંકર તેનાથી ખુશ થઈને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

પીપળાના પાન

પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીપળાના પાન ની અંદર ત્રણેય દેવોનો વાસ છે. આથી પીપળના પાન ની અંદર ભગવાન શંકરનો પણ વાસ માનવામાં આવે છે અને આથી જ ભગવાન શંકરને પીપળના પાન ખૂબ જ પ્રિય છે.

દુર્વા

દુઆ એટલે કે ઘાસ પણ ભગવાન શંકરનું એક પ્રિય વસ્તુ છે. જો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શંકરને ઘાસ દ્વારા જળનો અભિષેક કરવામાં આવે તો ભગવાન શંકર તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer