જાણો ભગવાન શિવ શા માટે કહેવાયા નીલકંઠ મહાદેવ

ઋષિકેશની પાસે મણીકૂટ પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર સ્થિત છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર શિવ એ આ જ સ્થાન પર પી ગયા હતા. ઝેર પીધા પછી એનું ગળું લીલુ થઇ ગયું, એટલે તેથી તેઓ નીલકંઠ કહેવાયા. ઋષિકેશને હિમાલયનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. નીલકંઠ મહાદેવ ઉત્તર ભારતના મુખ્ય શિવમંદિરો માંથી એક છે. માન્યતા અનુસાર ભગવાન શિવ એ જયારે ઝેર લીધું હતું ત્યારે એ જ સમયે પાર્વતી એ એનું ગળું દબાવ્યું, કેમ કે ઝેર એના પેટ સુધી પહોંચી ના શકે. આ કારણે ઝેર એના ગળામાં અટકી ગયું.

ઝેર પીધા પછી ઝેરના પ્રભાવથી એનું ગળું લીલુ થઇ ગયું હતું. ગળું લીલુ થવાના કારણે જ ભગવાન શિવને નીલકંઠ નામથી બોલાવવામાં આવ્યા. મંદિરની પાસે પાણીનું ઝરણું પણ છે, જ્યાં શ્રદ્ધાળુ મંદિરના દર્શન પહેલા સ્નાન કરે છે.

નીલકંઠ મહાદેવ મંદિર ની નક્કાશી જોવાથી જ બને છે. મંદિર શિખરના તળ પર સમુદ્ર મંથનના દ્રશ્યને ચિત્રિત કર્યું છે. મંદિરના ગર્ભ ગૃહના પ્રવેશ દ્વાર પર એક વિશાળ પેન્ટિંગમાં ભગવાન શિવને ઝેર પીતા હોય તેવા પણ બતાવવામાં આવ્યા છે.

ઋષિકેશથી સ્વાર્ગાશ્રમ, લક્ષ્મણ ઝૂલા, નીલકંઠ રોડ, મોંની બાબાની ગુફાથી થઇને તમે નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી શકો છો. જો તમે તમારા વાહન સાથે જવા માંગતા હોય તો ઋષિકેશ બેરાજ-લક્ષ્મણ ઝૂલા માર્ગથી સીધા નીલકંઠ ધામ જઈ શકો છો. અથવા પછી બદરીનાથ માર્ગ પર બ્રહમપુરી થઈને નીલકંઠ માર્ગ પકડી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer