સનાતન ધર્મ સાથે સબંધિત ધાર્મિક પુસ્તકોમાં પંચકાશીનો ઉલ્લેખ કરેલો છે. આ પુસ્તકોમાં વર્ણિત કથાઓ મુજબ, પૃથ્વી પર એક નહિ પરંતુ પાંચ કાશી છે. આ પાંચ કાશીઓને પંચકાશીના નામથી સંબોધિત કરવામાં આવે છે.
તો ચાલો જાણીએ કે કઈ કઈ છે આ પાંચ કાશી, શું છે એનું નામ અને ક્યાં આવેલુ છે. આ છે પાંચ કાશીના નામ:- સૌથી પહેલા ગુપ્ત કાશી, પછી ઉત્તરકાશી, ત્રીજા નંબર પર વારાણસી છે ચોથી દક્ષિણ કાશી અને પાંચમી અને અંતિમ છે શિવ કાશી આ બધી કાશી મહાદેવ શિવને સમર્પિત છે.
ગુપ્તકાશી: ગુપ્તકાશી ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલું છે. આ પ્રસિદ્ધ હિંદુ તીર્થ કેદારનાથને રાષ્ટ્રીય રાજમાર્ગથી જોડતા રુદ્રપ્રયાગ – ગૌરીકુંડની નજીક છે. કેદારનાથ યાત્રા દરમિયાન ગુપ્તકાશી ક્ષેત્રમાં પડાવ મુખ્ય રૂપથી પડાવ નાખવામાં આવે છે. ત્યાં ઘણા પર્યટક સ્થળ છે.
ત્યાં પહોચવા માટે થોડે દુર સુધી ચાલવું પડે છે. પ્રકૃતિના સૌંદર્યથી ભરપુર માર્ગમાં રસ્તો કેમ કપાય જાય છે એ ખબર પણ નથી પડતી. ત્યાં અગસ્ત્ય મુનિનો આશ્રમ છે અને વાણાસુરની રાજધાની શોણિતપુરના અમુક અવશેષો જોવા મળે છે. પરિજનોની હત્યાના કારણે પાંડવોથી નારાજ શિવ એમને દર્શન દેવા માંગતા ન હતા.
એટલા માટે આ જગ્યાનું નામ ગુપ્તકાશી પડ્યું. ઉત્તરકાશી: ઉત્તરાખંડ રાજ્યમાં ઋષિકેશથી લગભગ ૧૫૫ કિલોમીટર દુર આવેલુ છે ઉત્તરકાશી જીલો. આ જીલાની રાજધાની અને મુખ્ય શહેરનું નામ પણ ઉત્તરકાશી જ છે. ત્યાં ભગવાન વિશ્વનાથનું મંદિર છે. આ મંદિરની સ્થાપના પરશુરામજી દ્વારા કરવામાં આવી હતી.
આ શહેરમાં મંદિર અને તીર્થ સ્થળની બનાવટ એકદમ કાશી એટલે કે વારાણસીની જેવી જ છે. કેદારનાથ જતા યાત્રી કાશીના દર્શન કરતા કેદારનાથ પહોચે એવા ઉદેશ્ય માટે ઉત્તરકાશી વસાવવામાં આવ્યું હતું. ઉત્તર દિશામાં હોવાના કારણે એનું નામ ઉત્તરકાશી પડ્યું.
અવિમુક્ત ક્ષેત્ર કાશી (વારાણસી) : વારાણસીને બનારસ અને કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ક્ષેત્ર અવિમુક્ત ક્ષેત્ર કહેવાય છે. આ વિશ્વના પ્રાચીન શહેરોમાંથી એક છે અને ભારતનું પ્રાચિનતમ શહેર છે. માનવામાં આવે છે કે આ શહેરનું આ નામ ત્યાં વહેતી બે સ્થાનીય નદીઓ વરુણા અને અસી નદીના નામ પરથી વારાણસી પડ્યું.
આ નદીઓ ત્યાં ઉત્તર અને દક્ષિણથી આવીને ગંગા નદીમાં પડે છે. કાશીનું પૌરાણિક મહત્વ છે. એનું મહત્વ આ વાતથી પ્રગટ થાય છે કે સ્વયં ભાગવાન વિષ્ણુ ભોલેનાથની પૂજા કરવા માટે અહી આવ્યા હતા. આ જગ્યા ભગવાન શિવે શ્રી હરી વિષ્ણુ પાસેથી એમના નિવાસ માટે લીધી હતી. ત્યાં રહેલું કપાલ મોચન તીર્થ એ સ્થાન છે, જ્યાં શિવજીને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી હતી.
દક્ષિણકાશી: મીરજાપુર જીલાથી લગભગ ૭૦ કિલોમીટર દુર અદવા નદીના તટ પર આવેલું છે દક્ષિણકાશી. ત્યાં દક્ષિણકાશી મંદિરના અવશેષ પુરાતન કાળમાં બનેલ ભવ્ય શિવ મંદિરની ગાથા ગાય છે. પુરાણોમાં મળેલ વર્ણન મુજબ આ સ્થાનનો ઈતિહાસ લગભગ ૨ હજાર વર્ષ જુનો છે.
પ્રાચીન કાળમાં આ સ્થાન મુખ્ય કાશી અથવા વારાણસી જવાના રસ્તાનો મુખ્ય પડાવ હતો. ત્યાં રોકાઇને અને પૂજા પાઠ કરીને પછી લોકો આગળ વધતા હતા. મંદિરના બહાર નીકળવાના દ્વાર પર રહેલો એક શિલાલેખ આ કાશીના મહત્વને બતાવે છે.
શિવકાશી: તમિલનાડુ રાજ્યના વિરુધુનગરમાં રહેલું છે શિવકાશી. વર્તમાન સમયમાં આ શહેર પટાખા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. ૧૪ મિ શતાબ્દીમાં મદુરેના મહારાજ હરીકેસરી પરક્કીરામા પાંડિયનના મદુરેના દક્ષિણ ક્ષેત્ર પર શાસન કર્યું. એ વિશાળ શિવમંદિરનું નિર્માણ કરવા ઈચ્છતા હતા. એના માટે વારાણસી ગયા અને ત્યાંથી પૂજા અર્ચના પછી વરદાનમાં મળી શિવલિંગ અને ગાય લઈને પાછા જતા સમયે રસ્તામાં એક વડના વૃક્ષ નીચે આરામ કર્યો.
બીલીપત્ર શિવજીને ખુબ જ પ્રિય છે. વિશ્રામ પછી જયારે આગળ વધવાની તૈયારી કરી તો ગાય ત્યાંથી આગળ વધી જ નહિ. એટલે પછી એને શિવજીનો આદેશ માનીને મહારાજાએ ત્યાં જ શિવલીંગની સ્થાપના કરીને મંદિરનું નિર્માણ કર્યું.