આજે અમે તમને બતાવીએ કે કાળભૈરવના જન્મની અનોખી કથા- ભગવાન શિવનો અવતાર કાળ ભેરવનો જન્મ અગહન મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથી પર થયો હતો. એવી માન્યતા છે કે કાળ ભેરવની પૂજાથી ઘરમાં ખોટી શક્તિ, જાદુ, ભૂત-પ્રેત, વગેરેનો ભય રહેતો નથી. કાળભૈરવ આઠમના મોકા પર આવ્યા હતા, આવો જાણીએ કઈ રીતે થયો કાળભૈરવનો જન્મ અને તેની પૂરી કથા.
કાળભૈરવની જન્મ કથા :
કાળભૈરવના જન્મને લઈને પુરાણોમાં એક મોટી જાણીતી કથા છે. શિવ પુરાણના અનુસર એક વાર બ્રહ્માજી અને વિષ્ણુજીમાં કોણ શ્રેષ્ઠ છે એ વાતને લઈને વાદ-વિવાદ થઈ ગયો. ત્યારે બંને એ પોતે શ્રેષ્ઠ માન્યા અને એક બીજા સાથે લડવા લાગ્યા. તેના પછી બધા દેવતાએ વેદને પૂછ્યું તો જવાબ આવ્યો કે જેનો ભયાનક ચહેરો, ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમાવિષ્ટ થયું છે એ ભગવાન શિવ જ શ્રેષ્ઠ છે.
જયારે બ્રહ્માજીએ શિવજીને કહ્યા અપશબ્દો :
વેદના મોઢાથી શિવની વિશે આ બધું સાંભળીને બ્રહ્માજી એ એના પાંચમાંમોં થી શિવની વિશે સાચું-ખોટું કીધું. એનાથી વેદ દુઃખી થયા એ જ સમયે એક દીવ્યજ્યોતીના રૂપમા ભગવાન રુદ્ર પ્રગટ થયા ત્યારે બ્રહ્મા એ કહ્યું કે હે રુદ્ર તમે મારા માથાથી જ મોટા થયા છો. વધુ વિલક્ષણ કરવાને કારણે મેં જ તમારું નામ રુદ્ર રાખ્યું છે, એટલે તમે મારી સેવામાં આવી જાવ.
કાલભેરવે નખથી કાપ્યું બ્રહ્માજીનું માથું :
બ્રહ્માજીના આ આચરણ પર શિવજીને ભયાનક ગુસ્સો આવી ગયો અને એમણે ભેરવને કહ્યું કે તમે બ્રહ્મા પર શાશન કરો. દિવ્ય શક્તિ સંપન્ન ભેરવએ એના ડાબા હાથની સૌથી નાની આંગળીના નખથી શિવના પ્રતિ ખરાબ શબ્દો કહેવા વાળા બ્રહ્માજીનું પાંચમું મસ્તક જ કાપી નાખ્યું.
કાશીમાં મળ્યું બ્રહ્મા હત્યાથી મુક્તિ :
પછી શિવજીના કહેવા પર ભેરવજીએ કાશી પર પ્રસ્થાન કર્યું જ્યાં બ્રહ્મ હત્યાથી મુક્તિ મળી. રુદ્ર એ કાશીને કોતવાલ જાહેર કર્યું. આજે પણ આ કાશીના કોતવાલના રૂપમાં પૂજવામાં આવે છે. એમના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા રહે છે.