જે સમસ્ત જીવજાતીમાં પંચતત્વોના અલગ અલગ અધિપતિ નક્કી કરવામાં આવ્યા છે. ‘પૃથ્વી’ તત્વના ભગવાન શિવજી, ‘જળ તત્વના ગણેશજી ‘, ‘અગ્નિ તત્વના શકિત,’ ‘વાયુ તત્વના ‘ ભગવાન સુર્ય અને ‘આકાશ ‘તત્વના અધિપતિ ભગવાન વિષ્ણુ છે.અને એટલે જ ભગવાન પશુપતિનાથ પાર્થિવ રૂપે પૂજાય છે. આકાશ તત્વના વિષ્ણુ શબ્દ રૂપે પૂજાય છે. અગ્નિ તત્વના શકિતની યજ્ઞ દ્વારા પૂજા કરાય છે. સૂર્યને નમસ્કાર દ્વારા પ્રસન્ન કરાય છે. જ્યારે શ્રી ગણેશ જળ તત્વના અધિપતિ અગ્ની ઓમ થી જ આ સૃષ્ટીની ઉત્પતી થઇ. સુષ્ટીના આરંભે કેવળ જળ હતુ. અન્ય કશુ. નહોતુ અતઃ સ્વાભાવિક પણે સિધ્ધ થાય કે જળ યાને જીવન તત્વ એવા પ્રથમ ગણપતી પુજન કરાય છે.
વાસ્તવમાં ગણપતિ અનાદી, અનંત હોવાથી ભગવાન શંકરના લગ્નમાં પણ ગણેશજીની પ્રથમ પૂજા કરાયી હતી. બાકી તો સમય-સમય પર ઈશના અવતરણનો આ લીલા વિસ્તાર છે.
એક એવી પણ કૃપા છે કે એકવાર દેવી-દેવતાઓ વિચાર વિમર્શ કરી રહ્યા હતા કે પ્રથમ કલનુ પૂજન કરવામાં આવે , વિચારણાને અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે દેવતા ગણલોકની પ્રથમ પ્રદક્ષિણા કરી આવે તેને આ સ્થાન મળશે. ગણલોક તુલ્ય કહેવાય એવી પોતાના માતા-પિતાની રામનામ લઇ પ્રદક્ષિણા કરી ગણેશજી પોતાના નિર્ધારીત સ્થળે પરત આવી ગયા આમ તેમને પ્રથમ પુજાવાનુ સ્થાન મળ્યુ.
અન્ય કૃપા અનુસાર શિવજીને પ્રવેશવાન દેતા શિવજીએ તેનુ મસ્તક છેદી નાખ્યુ , આ દ્રશ્ય જોઇ માતાના આક્રંદથી દ્રવિત થઇ શિવજીએ હાથીના મસ્તક સ્થાપના કરી, સૌ પ્રથમ પૂજવાનુ વરદાન આપ્યુ. અન્ય કથા અનુસાર વિષ્ણુએ પણ તેમણે પ્રથમ પૂજવાનુ વરદાન આપ્યુ હતુ.
તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ગણેશ શબ્દ બ્રહ્મ યાને ઓમ કારનું પ્રતિક છે. સૃષ્ટિની ઉત્પતીની શરૂઆતમાં ‘ ઓમ ‘ ઈતિધ્વનિરતૂતં મતલબ ઓમ એવો ધ્વનિ થયો. આ ધ્વનિનો દ્રશ્ય સ્વરૂપે સર્વે ગજાકાર એટલે જ ઓંકાર. ગજ – હાથીના મુખ જેવો છે. અને પ્રથમ ઓમ મૂકયા સિવાય કોઇ મંત્રો સિધ્ધ થતા નથી. એટલે જ ઓમ કારા યાને પ્રથમ ગણેશ પૂજનની મહતા છે.
કહેવાય છેક ે તીવ્ર દર્શનની અદ્રશ્ય ઈચ્છાથી માતા પાર્વતી એ એકાક્ષરી મંત્રની અવિરત જાપ વડે બાર વર્ષ સુધી કઠિન તપ કર્યુ અને આ તપથી પ્રસન્ન થઇ, ગુણ વલ્લ ગણેશે પ્રગટ થઇ , માતાને ત્યાં પુત્ર રૂપે અવતરવાનુ વરદાન આપ્યુ. એ મુજબ ભાદ્રપદની ચતુર્થીના મધ્યાને કાળે પાંચ ગ્રહના શુભ સંગમે સોમવારે સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં સફળતા અને સફળતાના દાતા ભગવાન શ્રી ગણેશનુ અવનિ પર અવતરણ થયુ.
ગણપતિનું પેટ સાગર જેવુ છે. જે સાગર પેટા હોય તે જ સર્વેના સુખદુઃખ રહસ્ય પેટમાં સંગ્રહી શકે. વિશાળ પેટ એ સંગ્રહ શકિત અને સહનશકિતનું પ્રતિક છે. સુપડા જેવા કાન એટલે સર્વેનુ સાંભળવુ, સારૂ ગ્રહણ કરવુ અને ખરાબ સુપડાની પેણે ફેંકી દેવું એમની ઝીણી આંખો દિર્ઘ દ્રષ્ટિનુ સુચન કરે છે. ગણપતિનો એક દાંત માથાનો પણ ઘોતક છે. જો માયાને વશમાં અને કશમાં રાખી શકે એ જ ઉર્ધ્વગ્રહિ કરી બ્રહ્મને પામી શકે . બ્રહ્મ એક જ છે , એનો પણ આ એક દંત નિર્દેશ કરે છે.
મહાભારતનુ આલેખન કરવા વ્યાસજીના આદેશ અનુસાર ગણપતિએ પોતાના એકદાંતનો ઉપયોગ કર્યો હતો. પોતાની પ્રિય વસ્તુ પણ અર્પણ કરવી પડે તો સેવાના કાર્યમાં પાછી પાની ન કરવી જોઇએ. આની પાછળનો આવો પૂનીત ભાવ છે. કથા અનુસાર ભગવાન પરશુરામ માતાજીના દર્શનાર્થે પધાર્યા પણ માતાજીની જ આજ્ઞા અનુસાર શ્રી ગણેશજીએ પરશુરામને અંદર જતાં રોકયા, એટલે પરશુરામે પરશુથી તેમનો એકમ દાંત તોડી નાખ્યો, એટલે તેઓ એકદંતા કહેવાયા.
ગણપતિના ચાર હાથ કાર્ય શિલતા તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતિક છે તે ક્ષત્રિય , વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્રને સમાન ગુણવાનુ પણ સૂચન કરે છે. આ ચાર હસ્તથી સુંદર સ્વસ્તિક રચાય છે. ‘સુ’ સારૂ કલ્યાણમય, મંગલમય, અને ‘અસ’એટલે સત્તા, અસ્તિત્વ, કલ્યાણમય અસ્તિત્વ.
મસ્તક ઉપર ચંદ્રમાની શોભા, શિતળતા, શાંતતા, પ્રજ્ઞાયુકત જ્ઞાનનું પ્રતિક છે. પાશ અને અંકુશ રૂપી બે આયુધોમાં ‘પાશ’ એ બંધનનું પ્રતિક છે નવ બંધનમાંથી છૂટવાની શીખ અર્પે છે. જયારે અંકુશ અનિષ્ટ અને દુષ્ટ દમન કરવાની ચેતવણી ઉચ્ચારે છે.
એમનું વાહન ઉંદર, (આની પાછળ પણ કૌંમ ગ્રંધર્વની કથા છે) ઉંદરની વૃતિ ચોરી કરવી, ફુંકી ફુંકી, ખાવું, યાને પાપ વૃતિની ચોરી કરવી. યાને પાપવૃતિને દબાવો. બીજુ કાર્ય છે, સંચયવૃતિ, જે આગળનું વિચારે છે. સમજી-સમજી, ફુંકી, ફુંકી આગળ વધે છે. જેમાં ગતિ છે સતર્કતા છે, ચંચળતા છે, તેને જ સફળતા મળે છે. મૂષકનો અન્ય અર્થ થાય. માયા, માયા આપણા ઉપર સવાર થાય તો જીવન એળે જાય. મયા ઉપર આપણે સવાર થઇએ તો બેડો પાર થાય. માયાનો અન્ય વાસના પણ થાય. વાસનાને દબાવી તેને ઉપાસનામાં ફેરવો તો હર સિધ્ધિ સાંપડે અને સિધ્ધેશ્વરના દર્શન થાય. ઋષિ પંચમીના દિવસે મુષકને ખીરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે.